For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

News Of The Day: વડાપ્રધાન મોદીએ સાંસદ પ્રિયંકાને ફોન કરી ખખડાવ્યા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જૂન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ 30 મંત્રી સ્તરીય સમૂહોને ભંગ કરવાનો નિર્ણય જેથી સંપૂર્ણ જવાબદારીપૂર્વક નિર્ણયોમાં ગતિ લાવી શકાય. હાલના સમયમાં 9 મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહ છે અને 21 મંત્રીસ્તરીય ગ્રૂપ છે જેનું ગઠન વિભિન્ન મુદ્દાઓ પર મંત્રીમંડળના વિચાર પહેલા નિર્ણય લેવા માટે કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન કાર્યાલય તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઝડપ આવશે અને પ્રક્રિયામાં વ્યાપક જવાબદેહી આવશે. ઇજીઓએમ અને જીઓએમની સામે લંબિત મુદ્દાઓ પર હવે સંબંધિત મંત્રાલય અને વિભાગ પ્રક્રિયા શરૂ કરીશું અને પોતાના સ્તર પર યોગ્ય નિર્ણય લેશે.

આ સિવાય એવી ઘણા સમાચારો છે જે આપનું ધ્યાન ખેંચી શકે છે. જેમાં માયાવતીએ બદાયૂં બળાત્કાર-હત્યા કેસમાં આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી છે. ગઇકાલે માયાવતી અને રાહુલ ગાંધીએ સીબીઆઇ તપાસ બેસાડવાની માંગ કરી હતી, જેના માટે અખિલેશ યાદવે સહમતી પણ દર્શાવી હતી.

આવો નજર કરીએ આજે બની ગયેલા અને બની રહેલા સમાચારો પર...

મોદીએ તમામ GoM અને EGoM ભંગ કર્યા

મોદીએ તમામ GoM અને EGoM ભંગ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે તમામ 30 મંત્રી સ્તરીય સમૂહોને ભંગ કરવાનો નિર્ણય કર્યો છે જેથી સંપૂર્ણ જવાબદારીપૂર્વક નિર્ણયોમાં ગતિ લાવી શકાય. હાલના સમયમાં 9 મંત્રીઓના અધિકાર પ્રાપ્ત સમૂહ છે અને 21 મંત્રીસ્તરીય ગ્રૂપ છે જેનું ગઠન વિભિન્ન મુદ્દાઓ પર મંત્રીમંડળના વિચાર પહેલા નિર્ણય લેવા માટે કરવામાં આવ્યું હતું.

માયાવતીએ કહ્યું બળાત્કારી હત્યારાઓને ફાંસી આપો

માયાવતીએ કહ્યું બળાત્કારી હત્યારાઓને ફાંસી આપો

બીએસપી નેતા માયાવતીએ બદાયૂંમાં પીડિત પરિવારની મુલાકાત કરી હતી. બાદમાં માયાવતીએ જણાવ્યું કે બળાત્કારી હત્યારાઓને ફાંસી આપવાની માંગ કરી હતી.

મોદી પોતાના હાથે આપશે બોનસ

મોદી પોતાના હાથે આપશે બોનસ

નરેન્દ્ર મોદીએ ચૂંટણી દરમિયાન પોતાના ભાજપી કાર્યકર્તાઓના કામથી ખુશ થઇને તેમને ત્રણ મહીનાનો પગાર બોનસ તરીકે આપવાની જાહેરાત કરી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસા મોદી ભાજપ કાર્યકર્તાઓને આ બોનસ પોતાના હાથેથી જ આપશે.

કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો કમાંડર ઠાર

કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાનો કમાંડર ઠાર

આજે સવારે સેનાને એવી માહિતી મળી કે કૂપવાડા જિલ્લામાં કોઇ ઘરમાં આતંકવાદી છૂપાયેલા છે. જેના આધાર પર કાર્યવાહી કરતા આતંકવાદી અને સેનાની વચ્ચે થયેલી અથડામણમાં લશ્કરના કમાંડરને ઠાર મારવામાં આવ્યો હતો.

ઉર્જા મંત્રીએ કહ્યું અખિલેશ ફોન પણ નથી ઉપાડતા

ઉર્જા મંત્રીએ કહ્યું અખિલેશ ફોન પણ નથી ઉપાડતા

ઉત્તર પ્રદેશમાં વીજળીની કિલ્લતના પગલે રાજ્ય સરકાર અને કેન્દ્રની વચ્ચે આરોપ પ્રત્યારોપનો દૌર ચાલી રહ્યો છે એવામાં ઉર્જા મંત્રી પિયુષ ગોયલનું કહેવું છે કે અખિલેશ યાદવ ફોન પણ ઉપાડતા નથી. એવામાં સમસ્યાનો હલ કેવી રીતે લાવી શકાય.

સ્પિકર મિરા કુમાર બદાયૂંમાં

સ્પિકર મિરા કુમાર બદાયૂંમાં

મિરા કુમાર આજે બદાયૂંમાં બળાત્કાર બાદ ફાંસી પર લટકાવી દેવામાં આવેલી યુવતીઓના પરિવાર જનોને મળવા માટે આવી પહોંત્યા હતા.

શ્રીલંકાએ 29 ભારતીય માછીમારોને એરેસ્ટ કર્યા

શ્રીલંકાએ 29 ભારતીય માછીમારોને એરેસ્ટ કર્યા

શ્રીલંકા નેવીએ 29 ભારતીય માછીમારોની કેદ કરી લીધા છે. આની સાથે તેમણે 6 ભારતીય નાવને પણ પોતાના કબ્જામાં લઇ લીધી છે.

વડાપ્રધાન મોદીએ સાંસદ પ્રિયંકાને ફોન કરી ખખડાવ્યા

વડાપ્રધાન મોદીએ સાંસદ પ્રિયંકાને ફોન કરી ખખડાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે બારાબંકીથી ચૂંટાઇને આવેલા ભાજપ સાંસદ પ્રિયંકા સિંહ રાવતને પોતાના પિતા ઉત્તમ રાવતને પોતાના સાંસદ પ્રતિનિધિ બનાવવા બદલ ફોન કરીને ફટકાર લગાવી છે. તેમજ મોદીએ તેમને પ્રતિનિધિ પદથી પોતાના પિતાને હટાવવા જણાવ્યું છે. મોદીએ જણાવ્યું કે પોતાના પિતાના બદલે પાર્ટીના અન્ય કોઇ કાર્યકર્તાને પ્રિતિનિધિ બનાવવા નિર્દેશ કર્યો છે.

English summary
News Of The Day: Narendra Modi cancelled all GoM and EGoM, and other news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X