News18 Mega Opinion Poll: દિલ્લીમાં ભાજપની ક્લીન સ્વિપ, તમામ 7 બેઠકો જીતશે
News18 Mega Opinion Poll: ન્યૂઝ 18ના મેગા ઓપિનિયન પોલમાં ભાજપ ક્લીન સ્વીપ કરતુ દેખાઈ રહ્યુ છે. ઓપિનિયન પોલ મુજબ ભાજપને 58 ટકા વોટ મળશે. દિલ્લીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના હાથ ખાલી રહેશે.
તમને જણાવી દઈએ કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપે દિલ્લીમાં તમામ સાત બેઠકો પર જીત મેળવી હતી. સત્તા પર રહેલ કેજરીવાલ સરકાર કે કોંગ્રેસ પક્ષ એક પણ સીટ મેળવી શક્યા નહોતા.

ઓપિનિયન પોલ અનુસાર આ વખતે રાજધાની દિલ્હીમાં ભાજપને 58 ટકા વોટ મળશે. ઈન્ડિયા ગઠબંધનવાળા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કુલ મળીને 39 ટકા વોટ મળશે. જ્યારે અન્યને 3 ટકા મત મળી શકે છે.
નોંધનીય છે કે ઓપિનિયન પોલ માટે ન્યૂઝ 18 દ્વારા 21 રાજ્યોની 518 લોકસભા સીટો પર મહા સર્વે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 2019માં તમામ સાત સીટો જીતવા છતાં ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં સાતમાંથી છ ચહેરા બદલ્યા છે. ભાજપે 2019માં ચૂંટણી જીતનાર મનોજ તિવારીને ફરીથી મેદાનમાં ઉતાર્યા છે.












Click it and Unblock the Notifications
