News18 Mega Opinion Poll: હિમાચલમાં એનડીએને 67 ટકા વોટ શેર મળવાની સંભાવના
News18 Mega Opinion Poll: લોકસભા ચૂંટણી 2024 પહેલાં ન્યૂઝ 18 નેટવર્કે મહાસર્વે કર્યો હતો. આ ઓપિનિયન પોલમાં એનડીએને 67 ટકા વોટ મળતા જણાય છે. ઈન્ડિયા મહાગઠબંધનને 27 ટકા વોટ મળતા દેખાઈ રહ્યા છે. જ્યારે 6 ટકા મત અન્યને જાય તેવા સંકેતો છે.
હિમાચલ પ્રદેશમાં એનડીએ ફરીથી મજબૂત રીતે મેદાનમાં ઊભેલી જોવા મળી રહી છે. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં ગઈ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવી હતી અને ભાજપે બહુ ઓછા માર્જિનથી સત્તા ગુમાવી હતી. જો કે, લોકસભા ચૂંટણીના ઓપિનિયન પોલમાં તે ફરી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે હિમાચલમાં લોકસભાની 4 બેઠકો છે. જેમાંથી હાલમાં ત્રણ બેઠકો ભાજપ પાસે અને એક કોંગ્રેસ પાસે છે. લોકસભા ચૂંટણી 2019માં NDAએ હિમાચલ પ્રદેશની તમામ ચાર બેઠકો જીતી લીધી હતી. પરંતુ બાદમાં મંડી લોકસભા સીટના સાંસદનું અકાળે અવસાન થયું હતું. જે બાદ આ સીટ પર પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રતિભા સિંહનો વિજય થયો હતો.
પ્રતિભા સિંહ વીરભદ્ર સિંહના પત્ની છે, જેઓ સતત છ વર્ષ સુધી હિમાચલ પ્રદેશના સીએમ હતા. તે હાલમાં હિમાચલ કોંગ્રેસના અધ્યક્ષ પણ છે. જો આ ટ્રેન્ડને વોટમાં ફેરવવામાં આવે તો એનડીએ ફરી એકવાર હિમાચલ પ્રદેશમાં ક્લીન સ્વીપ કરી શકે છે.
હિમાચલ પ્રદેશમાં થોડા સમય પહેલા રાજકીય સંકટ ઉભુ થયુ હતુ. પરંતુ કોંગ્રેસની સુખુ સરકારે પોતાની સરકારને ત્યાં બચાવી હતી. જો કે, લોકસભા ચૂંટણી માટે કરવામાં આવેલા ઓપિનિયન પોલમાં ભાજપ ખૂબ જ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે. ઈન્ડિયા ગઠબંધનની સરખામણીમાં વોટ શેર બમણો હોવાનું જણાય છે.












Click it and Unblock the Notifications
