News18 Mega Opinion Poll: પંજાબમાં ભાજપના થશે આ હાલ, જાણો આપ અને કોંગ્રેસની સ્થિતિ

News18 Mega Opinion Poll: ન્યૂઝ 18ના મેગા ઓપિનિયન પોલમાં લોકસભા ચૂંટણીમાં પંજાબમાં તમામ પક્ષોની શું સ્થિતિ રહેશે તે વિશે મહત્વની વિગતો સામે આવી છે. પોલમાં જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીને આ વખતે માત્ર એક જ સીટ મળવાની છે.

ઓપિનિય મુજબ પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવશે. કોંગ્રેસને 13માંથી 7 બેઠકો મળી શકે છે. ન્યૂઝ18ના ઓપિનિયન પોલમાં એનડીએને ત્રણ સીટો મળતી દેખાઈ રહી છે. અન્યને આ ચૂંટણીમાં બે બેઠકો મળી શકે છે.

bhagwant mann

તમને જણાવી દઈએ કે અકાલી દળે લોકસભા ચૂંટણી માટે ભાજપ સાથે કોઈ ગઠબંધન કર્યું નથી. નોંધનીય છે કે પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઈન્ડિયા એલાયન્સ હેઠળ ગઠબંધન નથી. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ક્લીન સ્વીપ કર્યું હતું જેના પરિણામે અરવિંદ કેજરીવાલે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની વાત કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

પંજાબમાં કોને કેટલો વોટ શેર મળશે તે વાત કરીએ તો એનડીએને 13%, કોંગ્રેસને 38%, અકાલી દળને 22% જ્યારે આમ આદમી પાર્ટીને 15% વોટ શેર મળી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X