સમજોતા એક્સપ્રેસ બ્લાસ્ટના આરોપીની ઉજ્જૈનમાંથી ધરપકડ

arrested
નવી દિલ્હી, 16 ડિસેમ્બર: પાકિસ્તાનના ગૃહમંત્રી રહેમાન મલિકની ભારત યાત્રા દરમિયાન એનઆઇએ એટલે કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ સમજોતા અને મક્કા મસ્જીદ બ્લાસ્ટના આરોપી દશરથ ચોધરીની મધ્ય પ્રદેશમાંથી ધરપકડ કરી લીધી છે. પાંચ લાખનો ઇનામી દશરથ ઉર્ફે સમંદરને ઉજ્જૈન જિલ્લાના નાગદા પાસે પિપલૌદા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે.

ઉજ્જૈનના નાગદાની પાસે પિપલૌદા બાગલાથી એનઆઇએની 9 સભ્યોની ટીમે આરોપી દશરથ ચોધરીની ધરપકડ કરી લીધી છે. ઇન્દોર પાસે દેપાલપૂરનો રહેનાર ચોધરી સમુંદરના નામથી પણ ઓળખાય છે, અને તેની પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ હતું. એનઆઇએએ ચોધરીને નાગદામાં જ કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને બે દિવસની ટ્રાંજીટ રિમાંડ પર મોકલમાં આવ્યો છે.

કહેવાય છે કે દશરથ કમલ ચૌહાણની સાથે મળીને સમજોતા એક્સપ્રેસમાં બોમ્બ મૂક્યો હતો. એનઆઇએના જણાવ્યા અનુસાર દશરથની ધરપકડ આતંકી બ્લાસ્ટની ઘણી કડીઓને જોડવાનું કામ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનઆઇએની ટીમ બે દિવસની અંદર ચોધરીને ચંદીગઢ પાસે પંચકૂલા કોર્ટમાં હાજર કરશે. સમજોતા બ્લાસ્ટ મામલમાં આ ચોથી ગિરફ્તારી છે. એજન્સી પહેલા જ કમલ ચૌહાણ, અસીમાનંદ અને લોકેશ શર્માને આ વિસ્ફોટના મામલે ધરપકડ કરી ચૂકી છે. 18 ફેબ્રુઆરી 2007ના રોજ પાકિસ્તાન જઇ રહેલી સમજોતા એક્સપ્રેસમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 68 લોકોના મૃત્યું થયા હતા.

આ મામલેની પ્રારંભિક તપાસ સરકારી રેલવે પોલીસ અને હરિયાણા પોલિસના વિશેષ તપાસ દળે કરી હતી. પરંતુ ગૃહમંત્રાલયના નિર્દેશ પર જુલાઇ 2010માં આ મામલાની તપાસ એનઆઇએને સોપી દેવાઇ હતી. આ મામલમાં હજી સંદીપ દેંગે અને કાલાસંગરા ઉર્ફ રામજી ફરાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X