For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

NIAની શ્રીનગર અને દિલ્લીમાં ફલાહ-એ-આમ ટ્રસ્ટ સહિત 9 જગ્યાએ રેડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) અને દિલ્લીમાં નવ જગ્યાએ રેડ પાડી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર) અને દિલ્લીમાં નવ જગ્યાએ રેડ પાડી રહી છે. એનઆઈએ દિલ્લી અને શ્રીનગરમાં જે નવ સ્થળોએ રેડ પાડી રહી છે તેમાં એનજીઓ, બિન સરકારી સંગઠનો અને ટ્રસ્ટ શામેલ છે. જેમના નામ છે ફલાહ-એ-આમ ટ્રસ્ટ, ચેરિટી અલાયન્સ, હ્યુમન વેલફેર ફાઉન્ડેશન, જે કે યતેમ ફાઉન્ડેશન, સાલ્વેશન મૂવમેન્ટ અને જે એન્ડ વૉઈસ ઑફ વિક્ટિમ્સ શામેલ છે.

NIA

રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) બુધવારે (28 ઓક્ટોબરે) પણ કાશ્મીર ઘાટીમાં 10 જગ્યાએ અને બેંગલુરુમાં એક સ્થળે રેડ પાડી હતી. NIAને શંકા છે કે આ એનજીઓ અને ટ્રસ્ટ ધાર્મિક કાર્યો માટે ભેગા કરેલા પૈસાને જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદી ગતિવિધિઓમાં ઉપયોગ કરી રહ્યા છે. એનઆઈએ મુજબ રેડ દરમિયાન પુરાવા તરીકે ઘણા દસ્તાવેજ અને ઈલેક્ટ્રોનિક સામાન જપ્ત કરવામાં આવ્યા છે.

તેમણે જણાવ્યુ કે બુધવારે કાશ્મીર ઘાટીમાં કરેલ રેડમાં જમ્મુ કાશ્મીર કોએલિશન ઑફ સિવિલ સોસાયટીના સમન્વયક ખુર્રમ પરવેજ, સહયોગી પરવેજ અહમદ બુખારી, પરવેજ અહેમદ મટ્ટા શામેલ હતા. આ ઉપરાંત બેંગલુરુમાં સહયોગી સ્વાતિ શેષાદ્રી અને એસોસિએશન ઑફ પેરેન્ટ્સ ઑફ ડિસેપિયર્ડ પર્સન્સની અધ્યક્ષ પરવીના અહંગરના સ્થળો પણ રેડ પાડી. આ ઉપરાંત એનજીઓ અથ્રાઉટ અને જીકે ટ્રસ્ટની ઑફિસોમાં પણ રેડ પાડી.

SBIથી લઈને LPG ગેસ સુધી 1 નવેમ્બરથી બદલાશે નિયમ, ખિસ્સા પર પડશે સીધી અસરSBIથી લઈને LPG ગેસ સુધી 1 નવેમ્બરથી બદલાશે નિયમ, ખિસ્સા પર પડશે સીધી અસર

English summary
NIA raids at nine locations in Srinagar and Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X