For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકઃ કોરોનાના ખતરા વચ્ચે કુમારસ્વામીના પરિવારમાં ભવ્ય લગ્ન, નિયમોની ધજ્જિયાં ઉડાવી

કર્ણાટકઃ કોરોનાના ખતરા વચ્ચે કુમારસ્વામીના પરિવારમાં ભવ્ય લગ્ન, નિયમોની ધજ્જિયાં ઉડાવી

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ દેશભરમાં કોરોના વાયરસની મહામારીને પગલે લૉકડાઉન ચાલી રહ્યું છે, ગરીબોની રોજીરોટી છીનવાઈ ગઈ છે, નબળા વર્ગને ખાવા માટે બે ટાઈમ ભોજન શોધવામાં ફાફાં મારવાં પડી રહ્યાં છે, દેશના મેટ્રો શહેરોમાં રેડ ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટકમાં એક કોંગ્રેસી નેતાના પુત્રના ભવ્ય લગ્ન થયાં. લગ્ન તો થયાં સાથે જ તેમાં લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ બંનેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું.

નિખિલના લગ્ન

નિખિલના લગ્ન

પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાના પૌત્ર નિખિલ કુમારસ્વામીએ રાજ્યની રાજધાની બેંગ્લોરથી 28 કિમી દૂર એક ફાર્મહાઉસમાં પૂર્વ મંત્રીની પૌત્રી રેવતી સાથે લગ્ન કર્યાં. કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી 28 કિમી દૂર આવેલ રામનાગરા સ્થિત ફાર્મહાઉસમાં આ લગ્ન પ્રસંગ યોજાયો હતો. જો કે બે પરિવાર સિવાય અન્ય કોઈ મહેમાનોએ આ લગ્નમાં ભાગ નહોતો લીધો, અને બધી પરંપરાનું પાલન કરાયું નહોતું. ફોટોથી સ્પષ્ટ થાય છે કે કોઈએ પણ માસ્ક કે ગ્લવ્જ નહોતા પહેર્યા અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન પણ નહોતું કર્યું.

સોશિયલ ડિસ્ટન્સિંગ ના દેખાયું

કુમારસ્વામીએ કહ્યું કે, 'જો કાર્યક્રમ ઘરે આયોજિત કરવામાં આવે છે તો સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું મુશ્કેલ થશે. આ કારણે જ અમે અમારા ફાર્મહાઉસમાં કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ. હું મારા કાર્યકર્તાઓ-શુભચિંતકોને આ કાર્યક્રમમાં ભાગ ના લેવા અનુરોધ કરું છું.' તેમણે કહ્યું કે ડૉક્ટરના પરામર્શ બાદ લગ્નનો ફેસલો લેવામાં આવ્યો હતો, જેમાં તેમના પરિવારના લોકો પણ સામેલ હતા. કર્ણાટકના પૂર્વ સીએમે દાવો કર્યો કે આ લગ્નમાં પરિવારના લગભગ 60-70 લોકો સામેલ થશે પરંતુ બાદમાં મોટો સમારોહ આયોજિત કરવાનો દાવો કરાયો. આ દરમિયાન કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી એ નારાયણે કહ્યું કે લગ્ન દરમિયાન દિશા-નિર્દેશોનું પાલન ના કરાવા પર પૂર્વ મુખ્યમંત્રી સામે કાર્યવાહી કરાશે.

નિયમોની એસી કી તેસી થઈ

નારાયણે ગુરુવારે લગ્નની તૈયારી પર સવાલના જવાબમાં કહ્યું હતું કે જો કુમારસ્વામી દિશાનિર્દેશોનું પાલન નથી કરતા તો નિશ્ચિત રૂપે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરાશે. નારાયણે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે, કુમારસ્વામીએ એક સાર્વજનિક નિવેદન આપ્યું કે દિશાનિર્દેશોનું પાલન કરવામાં આવશે. તે જનપ્રતિનિધિ છે. તેઓ લાંબા સમયથી સાર્વજનિક જીવનમાં છે. તેમણે દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. કેમ કે તેઓ લાંબા સમયતી એક જવાબદારીવાળા પદ પર છે, તેઓ કર્ણાટકના મુખ્યમંત્રી હતા, તેઓ રામનગરથી ધારાસભ્ય પણ છે, માટે દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. કોઈ બહાનું ના હોવું જોઈએ, લોકો નિમંત્રણ વિના આવ્યા તેવું તેઓ ના કહી શકે.

કોરોના સંકટ પર મંત્રીમંડળની આજે થશે મહત્વની બેઠક, બિપિન રાવત પણ રહેશે હાજરકોરોના સંકટ પર મંત્રીમંડળની આજે થશે મહત્વની બેઠક, બિપિન રાવત પણ રહેશે હાજર

English summary
nikhil kumaraswamy ties the knot with Revathi amid lockdown, social distancing disappeared
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X