For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિકિતા મર્ડર કેસઃ એસઆઈટીએ ફરીદાબાદ કોર્ટમાં દાખલ કરી 700 પાનાંની ચાર્જશીટ

હરિયાણામાં છાત્રા નિકિતાની હત્યા કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી)એ શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી દીધી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હરિયાણામાં છાત્રા નિકિતાની હત્યા કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ(એસઆઈટી)એ શુક્રવારે ચાર્જશીટ દાખલ કરી દીધી છે. એસઆઈટીએ ફરીદાબાદ કોર્ટમાં 700 પેજની ચાર્જશીટ ફાઈલ કરી છે. હરિયાણાના ફરીદાબાદ જિલ્લાના વલ્લભગઢમાં પરીક્ષા આપીને પાછી આવી રહેલી કૉલેજની છાત્રા નિકિતાની 26 ઓક્ટોબરે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસની તપાસ માટે હરિયાણા સરકારે એસઆઈટીની રચના કરી હતી. જેમાં હવે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ આરોપીઓને પોલિસ પકડીને જેલ ભેગા કરી ચૂકી છે.

એસીપી ક્રાઈમ અનિલ કુમારની આગેવાનીમાં એસઆઈટીની તપાસ

એસીપી ક્રાઈમ અનિલ કુમારની આગેવાનીમાં એસઆઈટીની તપાસ

નિકિતા હત્યાકાંડની તપાસ કરવા માટે પોલિસ કમિશ્નર ઓપી સિંહે એસીપી ક્રાઈમ અનિલ કુમારની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવી. વળી, કેસ માટે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ કહ્યુ છે કે આ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થશે જેથી રોજ સુનાવણી થઈ શકે અને દોષિતોને વહેતી તકે સજા મળે.

એસઆઈટીએ એકઠા કર્યા પુરાવા

એસઆઈટીએ એકઠા કર્યા પુરાવા

નિકિતા 26 ઓક્ટોબરે જ્યારે પોતાની કૉલેજથી નીકળીને ઘરે જઈ રહી હતી ત્યારે તેનુ અપહરણ કરવાની કોશિશ કરવામાં આવી હતી. અપહરણ કરવાની કોશિશમાં નિષ્ફળ રહેવા પર તેને ગોળી મારી દેવામાં આવી જેના કારણે ઘટના સ્થળે તેણે દમ તોડી દીધો. આ કેસમાં ફરીદાબાદ પોલિસે તોસીફ, રેહાન અને અઝહરુદ્દીનને આરોપી બનાવ્યા છે. બધાની ધરપકડ થઈ ચૂકી છે. હત્યા, આર્મ્સ એક્ટ અને ગુનાહિત ષડયંત્ર રચવાના કેસમાં પોલિસે તેમની સામે કેસ નોંધ્યો છે. કેસમાં મુખ્ય આરોપી તોસિફ છે. વળી, રેહાન પર હત્યા સમયે તેની સાથે હોવા અને અઝહરુદ્દીન પર હથિયાર પૂરા પાડવાનો આરોપ છે. માહિતી મુજબ એસઆઈટીએ કપડામાં લાગેલ ગન પાવડર, હત્યામાં ઉપયોગમાં લેવાયેલ ગાડી સહિત તમામ મહત્વના પુરાવા મેળવી લીધા છે.

આરોપી ઘણા સમયથી યુવતીને કરી રહ્યા હતા હેરાન

આરોપી ઘણા સમયથી યુવતીને કરી રહ્યા હતા હેરાન

પીડિતાના પરિવારના જણાવ્યા મુજબ હત્યાનો આરોપી તોસિફ નિકિતા સાથે ઘણા વર્ષો સુધી સ્કૂલમાં ભણ્યો હતો અને બંને એકબીજાને જાણતા હતા. મૃતકના પરિવારનુ કહેવુ છે કે આ લવ જિહાદનો કેસ છે. છેલ્લા ઘણા સમયથી તોસિફ નિકિતા પર ધર્મ પરિવર્તન કરીને તેની સાથે લગ્ન કરવાનુ દબાણ કરી રહ્યો હતો. એક વાર 2018માં તોસિફે નિકિતાના અપહરણની કોશિશ પણ કરી હતી બાદમાં બંને પરિવારોમાં સમજૂતી થઈ ગઈ હતી.

ધરપકડ કરાયેલ પૂનમ પાંડે અને તેના પતિને આ શરતોએ મળ્યા જામીનધરપકડ કરાયેલ પૂનમ પાંડે અને તેના પતિને આ શરતોએ મળ્યા જામીન

English summary
Nikita murder case: SIT submits 700 page chargesheet in Faridabad court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X