Nikki Murder Case: નિક્કીના મોત પર છલકાયું પિતાનું દર્દ, કહ્યું- મને પરેશાન ન થવું પડે એ માટે બધું સહન કરતી
Noida Nikki Murder Case: પરિવારના સભ્યોનું કહેવું છે કે બંને બહેનોને લગ્ન પછીથી જ તેમના સાસરિયાના ઘરમાં સતત ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. પંચાયત દ્વારા સમાધાન માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ સાસરિયાઓ સંમત થયા નહીં.

નિક્કીના પરિવાર વાળાએ જ્યારે પોતાની દીકરીનો હાથ વિપિનના હાથમાં સોંપ્યો ત્યારે વિચાર્યુ નહીં હોય કે એ જ હાથોથી વિપિન તેમની દીકરીને સળગાવી નાખશે. નિક્કીના લગ્ન તેના પરિવારવાળાઓ માટે કોઇ ખરાબ સપનાથી ઓછું નથી. વિપિને પોતાની પત્નીને જીવતી સળગાવી નાખી. એ ઘટના યાદ કરીને નિક્કીના માતા-પિતાના રૂવાડાં ઉભા થઇ જાય છે. નિક્કીના માતા-પિતા કહી રહ્યા છે કે તેમની દીકરીને વિપિન અને તેના પરિવાર વાળા દહેજ માટે પરેશાન કરી રહ્યા હતા. તેમણે ક્યારેય નહીં વિચાર્યુ હોય કે આ લોકો પૈસાની લાલચમાં તેમની દીકરીને આગના હવાલે કરી દેશે.
નિક્કીના પિતા રડતા રડતા કહી રહ્યા છે કે અમે એન્કાઉન્ટર ઇચ્છીએ, આ સરકાર શું કરી રહી છે. 28 વર્ષીય નિક્કીને તેના પતિ અને સાસરિયાઓએ 36 લાખ રૂપિયાના દહેજની માંગણી સાથે સળગાવી દીધી હોવાનો આરોપ છે. નિક્કીના પિતાની માંગ છે કે આરોપીઓને મારી નાખો અને તેના આ જઘન્ય અપરાધ માટે તેમના ઘરને તોડી પાડો. નિક્કીના પિતાએ કહ્યુ કે, તે હત્યારો છે, તેને ગોળી મારી દેવી જોઇએ, તેમનું ઘર તોડી નાખવું જોઇએ. મારી દીકરી પાર્લર ચલાવીને પોતાના દીકરાનું ભરણ પોષણ કરી રહી હતી. તેઓએ તેને ત્રાસ આપ્યો. આખો પરિવાર કાવતરામાં સામેલ હતો અને તેઓએ મારી પુત્રીની હત્યા કરી.
શું છે આખો મામલો?
- નિક્કીએ 2016માં વિપિન ભાટીના સાથે લગ્ન કર્યા હતા.
- નિક્કીની બહેન કંચનની પણ વિપિનના ભાઈ રોહિત સાથે લગ્ન થયા છે.
- કંચનની ફરિયાદ પ્રમાણે, ગુરુવારે સાંજે નિક્કી સાથે તેના પતિ અને સાસુ દયાએ મારપીટ કરી.
- જ્યારે કંચનએ વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેની સાથે પણ મારપીટ કરવામાં આવી.
- વિપિને નિક્કી પર જ્વલનશીલ પદાર્થ ઢોળી અને તેને સળગાવી દીધી.
- કંચન દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં વિપિન, નિક્કી પર હુમલો કરતો દેખાય છે.
- બીજામાં નિક્કી આગમાં બળતી દેખાય છે.
- તેને નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને ત્યારબાદ દિલ્હી સ્થિત સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી, જ્યાં તેનું અવસાન થયું.
પરિવારે પોસ્ટમોર્ટમ પછી અંતિમ સંસ્કાર કર્યા
ગ્રેટર નોઈડાના એડીસીપી સુધીર કુમારે જણાવ્યું હતું કે મહિલાના મૃત્યુની માહિતી મળતાની સાથે જ પોલીસે આ મામલાની નોંધ લીધી હતી. પોસ્ટમોર્ટમ પછી પરિવારે અંતિમ સંસ્કાર કર્યા. હાલમાં, આરોપી પતિ વિપિનને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને અન્ય આરોપીઓની ધરપકડ કરવા માટે ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે.
નિક્કીના પિતાએ કહ્યુ: મારી દીકરી પોતાના લગ્ન બચાવવા કોશિશ કરતી હતી, તે ક્યારેય તેના સાસરિયાઓ વિશે વધારે કહેતી નહતી. મને પરેશાન ન થવું પડે એ માટે બધું સહન કરતી હતી. મેં મારી દીકરીને મોટા સ્કૂલે ભણાવી હતી, પણ આ લોકો તો ખુબજ ભયાનક સાબિત થયા.












Click it and Unblock the Notifications
