તસવીરો: દહેરાદુન એક્સપ્રેસમાં લાગી આગ, 9ના મોત

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 8 જાન્યુઆરી: મહારાષ્ટ્રના ઘોડવલ સ્ટેશન નજીક બુધવારે સવારે દેહરાદુન એક્સપ્રેસની 3 ડબ્બામાં આગ લાગતાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. અત્યાર સુધીમાં 9 લોકોના મોત અને ઘણા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

કહેવામાં આવે છે કે ટ્રેનના S2, S3, S4 ડબ્બામાં અજ્ઞાત કારણોથી આગ લાગી હતી અને પછી બંને ડબ્બામાં આગ ફેલાઇ ગઇ છે. અકસ્માતના સમયે અધિકારીઓ ઘોર નિંદ્રામાં હતા. એવામાં અકસ્માતનો ભોગ બનનારાઓની સંખ્યા વધી શકે છે. દહેરાદુન એક્સપ્રેસ મુંબઇથી દહેરાદુન જઇ રહી હતી.

ટ્રેનને ખાલી કરાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. ટ્રેનના 6 ડબ્બા હટાવીને ઘોડવલ સ્ટેશન મોકલી દેવામાં આવ્યા છે. રેલમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. હેલ્પાલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. પોતાના પ્રિયજનોની જાણકારી 022-23011853 અને 022-23007388 પર ફોન કરીને લઇ શકાશે.

અકસ્માત રાત્રે સર્જાયો હોવાથી લોકો ઉંઘી રહ્યાં હતા. સૂત્રોનું કહેવું છે કે મૃતકોને સંખ્યા વધી શકે છે. ઘટના ગુજરાત-મહારાષ્ટ્રના ડહાણુ સ્ટેશન પર સર્જાઇ હતી. ટ્રેનને ખાલી કરવા લેવામાં આવી છે અને ફાયર બ્રિગેડ આગ ઓલવવાની કામગીરીમાં જોડાઇ ગયું છે.

મૃતકોમાં એક મહિલા અને 4 પુરૂષ

મૃતકોમાં એક મહિલા અને 4 પુરૂષ

પશ્વિમ રેલવેના જનસંપર્ક અધિકારી શરતચંદ્રએ જણાવ્યું હતું કે 9 મૃતકોમાં એક મહિલા અને 4 પુરૂષો છે. બાકીના લોકોની ઓળખવિધી હજુ સુધી બાકી છે. પોલીસે જણાવ્યું હતું કે ચાર લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.

2:50 મિનિટે લાગી હતી આગ

2:50 મિનિટે લાગી હતી આગ

શરતચંદ્રએ જણાવ્યું હતું કે આગળના એક ડબામાં સવારે લગભગ 2:50 મિનિટે આગ લાગી હતી અને જોત જોતાં જ અન્ય બે ડબ્બામાં આગ ફેલાઇ ગઇ. આગ લાગી ત્યારે યાત્રીઓ ઉંઘી રહ્યાં હતા. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

ગેટમેને ગાર્ડને કરી જાણ

ગેટમેને ગાર્ડને કરી જાણ

શરતચંદ્રએ જણાવ્યું હતું કે ફાટક પર હાજર એક ગેટમેને ટ્રેનમાં આગ જોઇ હતી અને તેને તાત્કાલિક ટ્રેનમાં હાજર ગાર્ડને જાણ કરી હતી. ત્યારબાદ ગાર્ડે મોટરમેનને સૂચના આપી અને ત્યારબાદ ટ્રેન રોકી દેવામાં આવી.

ગેટમેનની જાગૃતતા

ગેટમેનની જાગૃતતા

શરતચંદ્રએ જણાવ્યું હતું કે ફાટક પર હાજર ગેટમેનની જાગૃતતાના લીધે મોટો અકસ્માત ટળી ગયો. ટ્રેનને ઘોલવાડ રેલવે સ્ટેશન પર દહાડુ માર્ગ પાસે રોકી દેવામાં આવી હતી. અહીં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

રેલવે મંત્રીએ વ્યક્ત કર્યું દુખ

રેલવે મંત્રીએ વ્યક્ત કર્યું દુખ

રેલવે મંત્રી મલ્લિકાજરૂન ખડગેએ મુંબઇ-દેહરાદુન એક્સપ્રેસ ટ્રેનમાં આગ અકસ્માતમાં લોકોના મોત પર આજે દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવાજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

પરિવારજનો આપવામાં આવશે વળતર

પરિવારજનો આપવામાં આવશે વળતર

રેલવે બોર્ડના અધ્યક્ષ અરૂણેન્દ્ર કુમારે કહ્યું હતું કે રેલવે મંત્રીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું અને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં મૃત્યું પામનારા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા તથા ગંભીર રીતે ઇજાગ્રસ્ત લોકોને એક-એક લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. સામાન્ય રીતે ઇજા પામેલા લોકોને 50-50 હજાર રૂપિયાની રકમ આપવામાં આવશે.

 ઘટનાની તપાસ કરાશે

ઘટનાની તપાસ કરાશે

અરૂણેન્દ્ર કુમારે રેલવે સુરક્ષા કમિશનર આગ લાગવાની ઘટનાની તપાસ કરશે. મહારાષ્ટ્રના ઠાણે જિલ્લામાં આજે રાત્રે દહાડુ માર્ગ નજીક મુંબઇ-દહેરાદુન એક્સપ્રેસ ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગતાં 9 લોકોના મોત નિપજ્યા હતા.

અસરગ્રસ્ત ડબ્બાઓને ટ્રેનથી અલગ કરાયા

અસરગ્રસ્ત ડબ્બાઓને ટ્રેનથી અલગ કરાયા

અરૂણેન્દ્ર કુમારે આગ લાગવાનું કારણ શોધવામાં આવશે. જો કે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને ટ્રેન પોતાના આગળના પડાવ માટે રવાના થઇ ગઇ છે. તેમને જણાવ્યું હતું કે ગાર્ડની જાગૃતતાના કારણે મોટું નુકસાન થતાં ટળી ગયું છે. અસરગ્રસ્ત ડબ્બાઓને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા છે અને ટ્રેન આગળના પડાવ માટે રવાના થઇ ગઇ છે.

નાંદેડ એક્સપ્રેસમાં લાગી હતી આગ

નાંદેડ એક્સપ્રેસમાં લાગી હતી આગ

થોડા દિવસો પહેલાં ચાલુ ટ્રેનમાં આગ લાગી હતી, આ બીજો રેલવે અકસ્માત છે. આ પહેલાં 28 ડિસેમ્બરના રોજ આંધ્ર પ્રદેશના અનંતપુર જિલ્લામાં પટ્ટપર્થી પાસે નાંદેડ એક્સપ્રેસના એસી કોચમાં આગ લાગતાં 36 લોકો બળીને ભડથું થઇ ગયા હતા. આ ટ્રેન બેંગ્લોરથી મહારાષ્ટ્રના નાંદેડ જઇ રહી હતી.

હેલ્પલાઇન નંબર

હેલ્પલાઇન નંબર

પોતાના પ્રિયજનોની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરો: 022-23011853 અને 022-23007388

English summary
At least five passengers, including a woman, were killed when a fire engulfed the speeding Mumbai-Dehradun Express near Dahanu town in Maharashtra’s Thane district early Wednesday, officials said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.