ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી થતા 4 બાળકો સહિત 9 લોકોના મોત
તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી.
ચેન્નાઈ : તામિલનાડુના વેલ્લોર જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાર બાળકો સહિત નવ લોકોના મોત થયા હતા. આ અંગે અધિકારીઓએ માહિતી આપી હતી. (નોંધ - ફોટો ફાઇલ છે)

તામિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યના પાટનગર ચેન્નાઈમાં પણ ગત અઠવાડિયે ભારે વરસાદ બાદ પૂર આવ્યું હતું.
9 DIE AS HOUSE COLLAPSES IN TN'S VELLORE DISTRICT AMID HEAVY RAIN
— J Sam Daniel Stalin (@jsamdaniel) November 19, 2021
DEAD INCLUDE 4 CHILDREN AND 5 WOMEN
M K STALIN ANNOUNCES 5 LAKH RELIEF TO FAMILY OF EACH MEMBER @ndtv
બંગાળની ખાડી પરનું ડિપ્રેસન આજે વહેલી સવારે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ વચ્ચેના દરિયાકાંઠે ઓળંગી ગયું હતું, ભારતીય હવામાન વિભાગ અથવા IMD એ આ અંગે જણાવ્યું હતું અને જાહેરાત કરી હતી કે, વરસાદ ધીમે ધીમે નબળો પડશે. જો કે હવામાન કચેરીએ તમિલનાડુમાં વધુ વરસાદ અને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ સાથે હળવા વાવાઝોડાની આગાહી જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારના રોજ ગુજરાતમાં કમોસમી છૂટોછવાયો વરસાદ નોંધવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 93 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. ગુરુવારના રોજ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ સાબરકાંઠામાં ઇડર (66 મીમી) અને વડાલી (60 મીમી) અને મહેસાણાના ખેરાલુમાં 52 મીમી વરસાદ નોંધાયો હતો.












Click it and Unblock the Notifications
