Nipah virus: કેરળના કોઝિકોડમાં સ્કૂલો-કૉલેજો 24 સપ્ટેમ્બર સુધી બંધ, 1080 લોકો સંક્રમિત
Nipah virus in Kerala: કેરળમાં નિપાહ વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોઝિકોડ જિલ્લામાં શાળાઓ અને કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓને 24 સપ્ટેમ્બર સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન, જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સમગ્ર સપ્તાહ દરમિયાન ઑનલાઇન વર્ગો હાથ ધરવામાં આવશે.
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે હાલમાં સંક્રમિત વ્યક્તિઓના સંપર્ક સૂચિમાં 1,080 લોકો છે. જ્યારે શુક્રવારે આ યાદીમાં 130 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ તમામમાંથી, યાદીમાં 327 લોકો આરોગ્ય કર્મચારીઓ છે. અન્ય જિલ્લાઓમાં નિપાહ સંક્રમિત લોકોની કોન્ટેક્ટ લિસ્ટમાં કુલ 29 લોકો છે. તેમાંથી 22 મલપ્પુરમના, એક વાયનાડના અને ત્રણ-ત્રણ કન્નુર અને થ્રિસુરના છે તેમ વીણા જ્યોર્જે જણાવ્યું હતું.
ઉચ્ચ જોખમની શ્રેણીમાં 175 સામાન્ય લોકો અને 122 આરોગ્ય કર્મચારીઓ છે. આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે વધુમાં જણાવ્યું હતું કે સંપર્ક સૂચિમાં લોકોની સંખ્યા વધવાની સંભાવના છે કારણ કે 30 ઓગસ્ટે મૃત્યુ પામેલા વ્યક્તિના નમૂનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
30 ઓગસ્ટના રોજ મૃત્યુ પામેલા વ્યક્તિના અગ્નિસંસ્કારમાં ભાગ લેનારા ઓછામાં ઓછા 17 લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. નિપાહના કેસોની સારવાર કરતી તમામ હૉસ્પિટલોએ દિવસમાં બે વખત બેઠક કરવા માટે એક મેડિકલ બોર્ડની રચના કરવી જોઈએ અને તેનો અહેવાલ આરોગ્ય વિભાગને સુપરત કરવો જોઈએ.
રાજ્યના ચેપી રોગ નિયંત્રણ પ્રોટોકોલના આધારે જિલ્લા કલેક્ટરે આ સંદર્ભે આદેશો જાહેર કર્યા છે. કેરળમાં અત્યાર સુધીમાં નિપાહ વાયરસના છ પોઝિટિવ કેસ નોંધાયા છે. બે લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ચાર એક્ટિવ કેસ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.












Click it and Unblock the Notifications
