Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Nipah Virus થી જીવ ગુમાવનાર નર્સના પરિવારને મળી સરકારી મદદ

ખતરનાક નિપાહ વાયરસની ઝપટમાં આવીને પોતાનો જીવ ગુમાવનાર નર્સ લિની પુત્થુસેરીના પરિવારને સરકારે મદદ કરવાનું વચન આપ્યુ છે.

ખતરનાક નિપાહ વાયરસની ઝપટમાં આવીને પોતાનો જીવ ગુમાવનાર નર્સ લિની પુત્થુસેરીના પરિવારને સરકારે મદદ કરવાનું વચન આપ્યુ છે. કેરળ કેબિનેટે લિનીના પતિને સરકારી નોકરી અને બંને બાળકોને વળતર આપવાની ઘોષણા કરી છે. તમને જણાવી દઈએ કે લિની કેરળની એક હોસ્પિટલમાં નિપાહ વાયરસની ઝપટમાં આવેલા લોકોની સારવાર કરી રહી હતી ત્યારે તે પોતે જ તેના સંપર્કમાં આવી ગઈ. તેમછતાં તેણે પોતાની ફરજ છોડી નહિ અને દર્દીઓની સેવા કરતી હતી. અંતિમ સમયમાં પતિને લખેલો તેમનો પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

લિની પુત્થુસેરીના પતિને મળશે સરકારી નોકરી

લિની પુત્થુસેરીના પતિને મળશે સરકારી નોકરી

દર્દીઓનો ઈલાજ કરતી વખતે નિપાહ વાયરસના સંપર્કમાં આવવાથી કેરળની નર્સ લિની પુત્થુસેરીનું મૃત્યુ થઈ ગયુ. તેમના પરિવારને સરકારે મદદ કરવાનું વચન આપ્યુ છે. કેરળ કેબિનેટે ઘોષણા કરી છે કે લિનીના પતિને સરકારી નોકરી આપવામાં આવશે. આ સાથે તેમના બંને બાળકોને વળતર આપવામાં આવશે. તેમના બે પુત્ર છે. કેરળ સરકાર બંને બાળકોને 10-10 લાખ રૂપિયા વળતર આપશે. બાકી મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા વળતર આપવાની ઘોષણા કરી છે.

લોકોની સારવાર કરતા પોતે જ આવી સંપર્કમાં

લોકોની સારવાર કરતા પોતે જ આવી સંપર્કમાં

જતા જતા 31 વર્ષીય નર્સ લિની પુત્થુસેરીએ પોતાના મેડીકલ વ્યવસાય અને સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ. નિપાહ વાયરસથી પીડિત દર્દીઓની સારવાર કરી રહેલ લિનીને ખબર જ ના પડી કે તે ક્યારે આ ખતરનાક વાયરસની ઝપટમાં આવી ગઈ. જો કે જ્યારે તેને ખબર પડી ત્યારે પણ તેણે સેવા કરવામાંથી પાછી પાની ન કરી. તેણે દર્દીઓની સેવા કરવા માટે પોતાના પરિવારનો ત્યાગ કરી દીધો અને બાળકો સાથે અંતિમ મુલાકાત પણ ન કરી. આવુ તેણે એટલા માટે કર્યુ કારણકે તે એક એવા વાયરસ સામે જંગ લડી રહી હતી જે ખૂબ જ ખતરનાક હતો.

પતિને લખેલો ભાવુક પત્ર થયો વાયરલ

પતિને લખેલો ભાવુક પત્ર થયો વાયરલ

પોતાના કર્તવ્યોમાં વ્યસ્ત લિનીનનું ગંભીર વાયરસના કારણે મોત થતાં જ તાત્કાલિક તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. તેમના પરિવારજનો પણ તેમને છેલ્લી વાર ન મળી શક્યા. આવુ એટલા માટે કરવામાં આવ્યુ કારણકે આ વાયરસની અસર પરિવાર સુધી ન પહોંચી શકે. તેમણે પોતાના અંતિમ સમયમાં પોતાના પતિને એક પત્ર લખ્યો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમણે લખ્યુ હતું, "હું લગભગ પોતાની રાહ પર છુ. મને નથી લાગતુ કે હું તમને બધાને જોઈ શકીશ. સૉરી, આપણા બાળકોનું સારી રીતે ધ્યાન રાખજો. તેમને પોતાની સાથે ગલ્ફ (ખાડી દેશ) લઈ જજો અને તેમને આપણા પિતાની જેમ બિલકુલ એકલા ના છોડતા. બહુ બધો પ્રેમ."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X