હોંગકોંગ માં નીરવ મોદી? સરકારે ધરપકડ માટે અનુરોધ કર્યો

Posted By:
Subscribe to Oneindia News

વિદેશ મંત્રાલય ઘ્વારા નીરવ મોદીની અસ્થાયી ધરપકડ કરવા માટે હોંગકોંગ પાસે અનુરોધ કરવામાં આવ્યો છે. આ જાણકારી આજે સરકારે રાજ્યસભામાં આપી છે. વિદેશ મામલે રાજ્યમંત્રી વીકે સિંહ ઘ્વારા એક પ્રશ્નના લિખિત જવાબમાં જણાવવામાં આવ્યું કે મંત્રાલય ઘ્વારા હોંગકોંગ ક્ષેત્ર, પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના પાસે નીરવ મોદીની અસ્થાયી ધરપકડ કરવા માટે 23 માર્ચે અનુરોધ કરવામાં આવ્યો છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની પાસે નીરવ મોદી અને મેહુલ ચોક્સીના ઠેકાણા વિશે કોઈ માહિતી છે.

પાસપોર્ટ રદ

પાસપોર્ટ રદ

વીકે સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિદેશ મંત્રાલયે બંને હીરા વેપારીના પાસપોર્ટ રદ કરી નાખ્યા છે. આપને જણાવી દઈએ કે બંનેના પાસપોર્ટ બે મહિના પહેલા સીબીઆઈ ઘ્વારા એફઆઈઆર નોંધાયા પછી તરત જ રદ કરવામાં આવ્યા હતા.

નોટિસ જાહેર

નોટિસ જાહેર

પંજાબ નેશનલ બેંક કૌભાંડ કર્યા પછી મોદી અને ચોક્સી બંને દેશ છોડીને ભાગી ગયા. વિદેશ મંત્રાલય ઘ્વારા મોદી અને ચોક્સી વિરુદ્ધ શૉ કાર્ડ નોટિસ જાહેર કરવામાં આવી. તેમને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય પણ આપવામાં આવ્યો. નિર્ધારિત સમયમાં તેમના તરફ થ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહીં. એટલા માટે તેમના પાસપોર્ટ 23 ફેબ્રુઆરી દરમિયાન રદ કરવામાં આવ્યા.

આખો ઘોટાળો

આખો ઘોટાળો

આપણે જણાવી દઈએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેંક સાથે 11,500 કરોડ રૂપિયાનો ઘોટાળો કરવાનો આરોપ છે. પીએનબી ઘોટાળા પછી બેંકે ઘોટાળાની રકમ વધારીને 11,500 કરોડ રૂપિયાને બદલે 12,717 કરોડ રૂપિયા જણાવી હતી. આ આખા મામલામાં ઈડી નીરવ મોદી અને મેહુલ ચોક્સીની અચલ સંપત્તિઓ જપ્ત કરી રહી છે.

English summary
Nirav modi in hong kong govt sends request for provisional arrest.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.