For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ દોષી અક્ષયે દાખલ કરી નવી અરજી, 3 માર્ચે થવાની છે બધાને ફાંસી

2012 નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષી અક્ષયે નવી દયા અરજી દાખલ કરી છે.

|
Google Oneindia Gujarati News

2012 નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં દોષી અક્ષયે નવી દયા અરજી દાખલ કરી છે. નવી અરજીમાં અક્ષયે કહ્યુ છે કે તેની પહેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી, જેમાં બધા તથ્યો નહોતા. તમને જણાવી દઈએ કે નિર્ભયા ગેંગરેપના ચારે દોષિતોને ત્રણ માર્ચની સવારે છ વાગે મૃત્યુ થવા સુધી ફાંસી પર લટકાવવા માટે પટિયાલા કોર્ટે ડેથ વોરન્ટ જારી કર્યા છે. વળી, દોષી પવન કુમાર ગુપ્તાની ક્યુરેટીવ અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી કરશે.

Nirbhaya

પવનની અરજી પર જસ્ટીસ એન વી રમનાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની પાંચ જજોને બેંચે સુનાવણી કરશે. પવને પોતાની મોતની સજાને આજીવન કેદની બદલવાની માંગ કરી છે. પવનના વકીલ એપી સિંહે જણાવ્યુ હતુ કે તેમના ક્લાયન્ટે સુધારાત્મક અરજી દાખલ કરીને કહ્યુ છે કે તેને મોતની સજા ન આપવી જોઈએ. પવન ચારે ગુનેગારોમાં એકલો છે જેણે હજુ સુધી સુધારાત્મક અરજી દાખલ કરવા અને ત્યારબાદ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરવાના વિકલ્પનો ઉપયોગ નહોતો કર્યો.

2 વાર જારી થઈ ચૂક્યુ છે ડેથ વોરન્ટ

દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટ ચારે દોષિતો સામે 2 વાર ડેથ વોરન્ટ જારી કરી ચૂક્યા છે. આ વર્ષે 7 જાન્યુઆરીએ કોર્ટે પહેલી વાર ડેથ વોરન્ટ જારી કર્યુ હતુ જેમાં 22 જાન્યુઆરીએ ચારે દોષિતોને સવારે 7 વાગે ફાંસી આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. ત્યારબાદ 17 જાન્યુઆરીએ કોર્ટે નવુ ડેથ વોરન્ટ જારી કરીને ફાંસીની તારીખ આગળ વધારીને 1 ફેબ્રુઆરી કરી હતી અને ફાંસીનો સમય સવારે 6 વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ દોષિતો તરફથી કોર્ટ અને રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરવાના કારણે આ દિવસે ફાંસી નહોતી થઈ શકી.

નિર્ભયા કેસ પર એક નજર

તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બર, 2012ની રાતે 23 વર્ષની એક પેરામેડિકલ સ્ટુડન્ટ પોતાના દોસ્ત સાથે દક્ષિણ દિલ્લીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઈને ઘર પાછા આવવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન તે ત્યાંથી પસાર થઈ રહેલ એક ખાનગી બસમાં સવાર થઈ ગયા. આ ચાલતી બસમાં એક સગીર સહિત છ લોકોએ યુવતી સાથે ક્રૂરતાપૂર્વક મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. ત્યારબાદ તેમણે પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ગંભીર રીતે ઘાયલ યુવતીને સારા ઈલાજ માટે એર લિફ્ટ કરીને સિંગાપુર લઈ જવામાં આવ્યા હતા. અહીં 29 ડિસેમ્બર, 2012ના રોજ હોસ્પિટલમાં તેનુ મોત થઈ ગયુ હતુ. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ નિર્ભયા આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ ઘાયલ એસીપી અનુજે સંભળાવી રમખાણોની આપવીતી, કેવી રીતે વાગી રતનલાલને ગોળીઆ પણ વાંચોઃ દિલ્લી હિંસાઃ ઘાયલ એસીપી અનુજે સંભળાવી રમખાણોની આપવીતી, કેવી રીતે વાગી રતનલાલને ગોળી

English summary
Nirbhaya Case: Convict Akshay moved mercy petition claiming that his earlier petition did not have all the facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X