For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્ભયા કેસઃ નવા ડેથ વોરન્ટ બાદ દોષિતોમાં ડર, વિનયે દીવાલ સાથે માથુ ભટકાડ્યુ

નિર્ભયાના ચારેમાંથી એક દોષી વિનયે આ ગભરાટમાં સેલની દિવાલ પર પોતાનુ માથુ મારી દીધુ અને ખુદને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી.

|
Google Oneindia Gujarati News

નિર્ભયા કેસમાં દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ચારે દોષિતોનુ ત્રીજુ ડેથ વોરન્ટ જારી કર્યુ છે. ડેથ વોરન્ટ મુજબ 3 માર્ચે સવારે 6 વાગે ચારે દોષિતો મુકેશ, પવન, વિનય અને અક્ષયને તિહાર જેલમાં ફાંસી પર લટકાવવામાં આવશે. કોર્ટના આ ચુકાદા બાદ દોષિતોના વકીલ કાનૂની હથકંડા અપનાવવામાં લાગ્યા છે. વળી, દોષિતોના ચહેરા પર મોતનો ડર સાફ દેખાઈ રહ્યો છે. ચારેમાંથી એક દોષી વિનયે આ ગભરાટમાં સેલની દિવાલ પર પોતાનુ માથુ મારી દીધુ અને ખુદને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી. જો કે સુરક્ષાકર્મીઓએ તરત જ દોષીને રોકી લીધો.

વિનયે ખુદને નુકશાન પહોંચાડવાની કરી કોશિશ

વિનયે ખુદને નુકશાન પહોંચાડવાની કરી કોશિશ

માહિતી મુજબ વિનયને પ્રાથમિક ઉપચાર બાદ ફરીથી સેલમાં બંધ કરી દેવામાં આવ્યો છે. આ બાબતે જેલ પ્રશાસનનુ કહેવુ છે કે વિનયને સામાન્ય ઈજા થઈ છે. વળી, સૂત્રો મુજબ નવુ ડેથ વોરન્ટ જારી થયા બાદ દોષિતોના વ્યવહારમાં ફેરફાર જોવા મળ્યો છે. તે પહેલાથી વધુ આક્રમક થઈ ગયા છે. તે અત્યારે પણ કોઈ સાથે વધુ વાત નથી કરતા અને પોતાના સેલમાં તે ગુસ્સામાં દેખાય છે.

વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા

વધુ સુરક્ષાકર્મી તૈનાત કરાયા

વિનયે સેલમાં ખુદને નુકશાન પહોંચાડવાના સમાચાર મળતા જ જેલ પ્રશાસને સચેત થઈ ગયુ. વિનયને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને તેનો પ્રાથમિક ઉપચાર કરવામાં આવ્યો. વિનયની આક્રમકતા જોઈને તેના સેલની બહાર સુરક્ષાકર્મી તેનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દોષિતોના સેલમાં અલાર્મ પણ છે જેથી ઈમરજન્સીવાળી સ્થિતિમાં તરત જ સ્થિતિ પર કાબુ મેળવી શકાય. દોષિતોને સામાન્ય રાખવા માટે સતત તેમનુ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુ છે.

3 માર્ચે અપાવાની છે ફાંસી

3 માર્ચે અપાવાની છે ફાંસી

બીજી તરફ કોર્ટ દ્વારા નવુ ડેથ વોરન્ટ જારી થવા પર દોષિતોના વકીલ એપી સિંહે કહ્યુ હતુ કે તેમની પાસે હજુ પણ કાનૂની વિકલ્પ હાજર છે. સિંહે કહ્યુ હતુ કે અક્ષય માટે હજુ પણ દયા અરજીનો વિકલ્પ ખુલ્લો છે. વિનયના વકીલે કોર્ટને કહ્યુ હતુ કે તેમના ક્લાયન્ટ માનસિકરીતે બિમાર છે માટે તેને અત્યારે ફાંસી ન આપી શકાય. ત્યારે અદાલતે તિહાર જેલના અધીક્ષકને કાયદા મુજબ વિનયનો ખ્યાલ રાખવાના નિર્દેશ આપ્યા. જો કે સુપ્રીમ કોર્ટે વિનયનો મેડીકલ રિપોર્ટ જોયા બાદ આ વાત ફગાવી દીધી હતી.

મને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસોઃ નિર્ભયાની મા

મને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસોઃ નિર્ભયાની મા

વળી દોષિતો સામે ડથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાની મા આશા દેવીએ કહ્યુ કે તે બહુ વધુ ખુશ નથી. ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી થયા બાદ નિર્ભયાની માએ કહ્યુ, ‘હું બહુ ખુશ નથી કારણકે આ ત્રીજી વાર છે જ્યારે આ ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરવામાં આવ્યો છે. અમે બહુ સંઘર્ષ કર્યો છે એટલે હું સંતુષ્ટ છે કે છેવટે આ ચારે દોષિતો સામે ડેથ વોરન્ટ જારી કરી દેવામાં આવ્યો છે. આશા દેવીએ કહ્યુ, મને ન્યાય વ્યવસ્થા પર પૂરો ભરોસો છે અને હું આશા રાખુ છુ કે 3 માર્ચે નિર્ભયાના ચારે દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવશે.'

<strong>આ પણ વાંચોઃ રિપબ્લિક ટીવી માલિકી હક પર અર્નબ ગોસ્વામીએ આપ્યો જવાબ</strong>આ પણ વાંચોઃ રિપબ્લિક ટીવી માલિકી હક પર અર્નબ ગોસ્વામીએ આપ્યો જવાબ

English summary
nirbhaya case one of convict vinay sharma tried to harm himself, hit his head on wall
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X