• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Nirbhaya Case: ફાંસીના ફંદા સુધી કેવી રીતે પહોંચ્યા અપરાધી, આખી ટાઇમલાઇન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નિર્ભયાને સવા સાત વર્ષ બાદ ઈંસાફ મળી ગયો છે. ચારેય દોષિતોને 20 માર્ચ 2020ની સવારે 5.30 વાગ્યે ફાંસીને ફંદે લટકાવી દેવામાં આવ્યા છે. આ મામલે કુલ 6 દોષી હતા. જેમાંથી એકે ટ્રાયલ દરમિયાન જ તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી હતી અને બીજો સગીર હોવાના કારણે કાનૂની ફાયદો ઉઠાવી માત્ર ત્રણ વર્ષમાં જ સજા કાપીને દેશના કોઈ ખુણે નામ અને ઓળખ બદલીને જીવન પસાર કરી રહ્યો છે. આવો એક નજર નાખીએ દેશના સૌથી ચર્ચિત ઘટનામાંથી એક કાંડમાં અત્યાર સુધી શું-શું થયું.

જ્યારે આખો દેશ હલી ગયો હતો

જ્યારે આખો દેશ હલી ગયો હતો

16 ડિસેમ્બર 2012: પેરામેડિકલની એક વિદ્યાર્થિની સાથે 6 લોકોએ ચાલતી બસમાં ગેંગરેપ કર્યો અને તેના શરીર સાથે હેવાનિયતની બધી હદો પાર કર દીધી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ નિર્ભયા અને તેની સાથે હાજર તેના પુરુષ મિત્રને ચાલતી ગાડીમાંથી ફેંકી દીધા. પીડિતાને દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી.

17 ડિસેમ્બર 2012: ગુનેગારો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ લઈ મોટાપાયે પ્રદર્શન શઈ થઈ ગયા. પોલીસે આરોપીઓની ઓળખ બસ ડ્રાઈવર રામ સિંહ, તેના ભાઈ મુકેશ, વિનય શર્મા અને પવન ગુપ્તા તરીકે કરી.

18 ડિસેમ્બર 2012: રામ સિંહ અને ત્રણ અન્ય આરોપીઓને દબોચી લેવામાં આવ્યા.

20 ડિસેમ્બર 2012: પીડિતાના મિત્રે જૂબાની આપી.

21 ડિસેમ્બર 2012: પાંચમો સગીર આરોપી આનંદ વિહાર બસ ટર્મિનલથી પકડાયો. પીડિતાના મિત્રએ મુકેશની ઓળખ કરી લીધી. છઠ્ઠા આરોપીની તલાશ માટે પોલીસે હરિયાણા અને બિહારમાં શોધખોળ શરૂ કરી.

21-22 ડિસેમ્બર 2012: અક્ષય ઠાકુરને બિહારના ઔરંગાબાદથી પકડી દિલ્હી લાવવામાં આવ્યો. એસડીએમે હોસ્પિટલમાં જ નિર્ભયાનું નિવેદન નોંધ્યું.

23 ડિસેમ્બર 2012: પ્રદર્શનકારીઓએ નિષેધાજ્ઞાઓને તોડવી શરૂ કરી દીધી અને રસ્તાઓ પર ઉતરી આવ્યા. દિલ્હી પોલીસના કોન્સ્ટેબલ સુભાષ તોમર ડ્યૂટી દરમિયાન ગંભીર રીપે જખ્મી થઈ ગયા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા.

25 ડિસેમ્બર 2012: પીડિતાની હાલાત નાજુક ઘોષિત કરી દેવમાં આવી. જખ્મી તોમરે ઈલાજ દરમિયાન દમ તોડી દીધો.

26 ડિસેમ્બર 2012: એક હાર્ટ અટેક બાદ સરકારે પીડિતાને સિંગાપુરમાં માઉંટ એલિજાબેથ હોસ્પિટલમાં દાખલ કરાવી.

29 ડિસેમ્બર 2012: મોતથી 13 દિવસ સુધી પળ-પળ જંગ લડ્યા બાદ પીડિતાએ દમ તોડી દીધો. પોલીસે એફઆઈઆરમાં હત્યાનો કેસ પણ જોડી દીધો.

ટ્રાયલની આખી કહાની

ટ્રાયલની આખી કહાની

2 જાન્યુઆરી 2013: ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા અલ્તમસ કબીરે યૌન અપરાધોની જલદી જ સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ઉદ્ઘાટન કર્યું.

2 જાન્યુઆરી 2013: પોલીસે પાંચેય વયસ્ક આરોપીઓ વિરુદ્ધ હત્યા, ગેંગરેપ, હત્યાની કોશિશ, અપહરણ, અપ્રાકૃતિક પરાધો અને ડકૈતી જેવા મામલામાં ચાર્જશીટ દાખલ કરી.

5 જાન્યુઆરી 2013: અદાલતે ચાર્જશીટ પર સંજ્ઞાન લીધા.

7 જાન્યુઆરી 2013: અદાલતે કેમેરામાં સુનાવણીના આદેશ આપ્યા.

17 જાન્યુઆરી 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે પાંચેય વયસ્ક આરોપીઓ વિરુદ્ધ સુનાવણી શરૂ કરી.

28 જાન્યુઆરી 2013: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કહ્યું કે આરોપી સગીર છે.

2 ફેબ્રુઆરી 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે પાંચેય વયસ્ક આરોપીઓ વિરુદ્ધ આરોપો નક્કી કર્યા.

2 ફેબ્રુઆરી 2013: જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે સગીર આરોપી વિરુદ્ધ આરોપો નક્કી કર્યા.

11 માર્ચ 2013: રામ સિંહે તિહાર જેલમાં આત્મહત્યા કરી લીધી.

22 માર્ચ 2013: દિલ્હી હાઈકોર્ટે નેશનલ મીડિયાના ટ્રાયલ રિપોર્ટિંગની મંજૂરી આપી.

5 જુલાઈ 2013: જેજેબીમાં સગીર વિરુદ્ધ તપાસ (ટ્રાયલ) પૂરી થઈ. જેજેબીએ 11 જુલાઈ સુધી ફેસલો સુરક્ષિત રાખી લીધો.

8 જુલાઈ 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે ફરિયાદી પક્ષના સાક્ષીઓની જૂબાનીની કાર્યવાહી પૂરી કરી.

11 જુલાઈ 2013: જેજેબીએ સગીરને ગેંગરેપ વાળી ઘટનાની આગલી રાતે એક કારપેંટરની લૂંટ અને ગેરકાયદેસર રીતે તેને કબ્જામાં રાખવાનો પણ દોષી ઠેરવ્યો.

દિલ્હી હાઈકોર્ટે ત્રણ ઈન્ટરનેશનલ ન્યૂજ એજન્સીઓને ટ્રાયલનું કવર કરવાની મંજૂરી આપી.

22 ઓગસ્ટ 2013: ચારેય આરોપીઓ વિરુદ્ધ સુનાવણઈ પર અંતિ દલીલો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં શરૂ થઈ.

31 ઓગસ્ટ 2013: જેજેબીએ સગીરને ગેંગરેપ અને હત્યાનો દોષી ઠેરવ્યો અને ત્રણ વર્ષ માટે રિમાંડમાં મોકલવાના આદેશ આપ્યા.

3 સપ્ટેમ્બર 2013: ફાસ્ટ ટ્રેક કોર્ટે સુનાણી પૂરી કરી. ફેસલો સુરક્ષિત રાખ્યો.

10 સપ્ટેમ્બર 2013: અદાલતે મુકેશ, વિનય, અક્ષય અને પવનને ગેંગરેપ, અપ્રાકૃતિક અપરાધો અને પીડિતાની હત્યા અને તેના દોસ્તની હત્યાની કોશિશ સહિત 13 ગુનાના દોષી ગણ્યા.

13 સપ્ટેમ્બર 2013: અદાલતે ચારેય દોષિતોને ફાંસીની સજા સંભળાવી.

23 ડિસેમ્બર 2013: હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ તરફથી મોકલાયેલ ચારેય દોષીતોની સજા પર મોહર લગાવવા મામલે સુનાવણી શરૂ કરી.

હાઈકોર્ટ- સુપ્રીમ કોર્ટથી સજા પર મોહર

હાઈકોર્ટ- સુપ્રીમ કોર્ટથી સજા પર મોહર

3 જાન્યુઆરી 2014: હાઈકોર્ટે સજા વિરુદ્ધ દોષીતોની અપીલ પર ફેસલો સુરક્ષિત રાખ્યો.

13 માર્ચ 2014: હાઈકોર્ટે ચારેય આરોપીઓને ફાંસીની સજા પર મોહર લગાવી.

15 માર્ચ 2014: સુપ્રીમ કોર્ટે મુકેશ અને પવનની અપીલ પર ફાંસીની સજા પર રોક લગાવી. બાદમાં બાકી બંને દોષિતોની સજા પર અમલવારી પણ રોકી.

15 એપ્રિલ 2014: સુપ્રીમ કોર્ટે પોલીસને પીડિતાના ડાયિંગ ડિક્લેરેશન રજૂ કરવા કહ્યું.

3 ફેબ્રુઆરી 2017: સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે દોષિતોની આપવામાં આવેલી ફાંસીની સજાના પાસાંઓને ફરીથી સાંભળશે.

27 માર્ચ 2017: સુપ્રીમ કોર્ટે દોષિતોની અપીલ પર ફેસલો સુરક્ષિત રાખ્યો.

5 મે 2017: સુપ્રીમ કોર્ટે ચારેય દોષીતોની ફાસી યથાવત રાખી. અદાલતે આને રેઅરેસ્ટ ઑફ રેઅર મામલો માન્યો અને આ જઘન્ય અપરાધ માટે 'સુનામી ઑફ શૉક' જેવા વિશેષણોનો ઉપયોગ કર્યો.

દોષિતોએ સજા ટાળવા કાનૂની ખેલ શરૂ કર્યા

દોષિતોએ સજા ટાળવા કાનૂની ખેલ શરૂ કર્યા

8 નવેમ્બર 2017: મુકેશે સુપ્રીમ કોર્ટના ફાંસીને ફેસલા વિરુદ્ધ રિવ્યૂ પિટિશન દાખલ કરી.

12 ડિસેમ્બર 2017: દિલ્હી પોલીસે મુકેશની અરજીનો વિરોધ કર્યો.

15 ડિસેમ્બર 2017: દોષી વિનય શર્મા અને પવન ગુપ્તા પણ રિવ્યૂ પિટીશનને લઈ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

4 મે 2018: સુપ્રીમ કોર્ટે વિનય અને પવનના રિવ્યૂની અરજી પર આદેશ સુરક્ષિત રાખ્યો.

9 જુલાઈ 2018: સુપ્રીમ કોર્ટે ત્રણેય દોષિતોની રિવ્યૂ પિટીશન ફાગીવ દીધી.

ફેબ્રુઆરી 2019: પીડિતાના માતા-પિતા ચારેય દોષિ વિરુદ્ધ ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણીને લઈ દિલ્હીની અદાલતમાં પહોંચ્યા.

10 ડિસેમ્બર 2019: દોઢ વર્ષ બાદ દોષી અક્ષય પણ ફાંસીની સજા વિરુદ્ધ રિવ્યૂ પિટીશન લઈ સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો.

13 ડિસેમ્બર 2019: પીડિતાની માએ અક્ષયના રિવ્યૂ પિટિશન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

18 ડિસેમ્બર 2019: સુપ્રીમ કોર્ટે અક્ષયની રિવ્યૂ પિટિશન ફગાવી દીધી.

દિલ્હી સરકારે ચારેય દોષિતો વિરુદ્ધ ડેથ વોરન્ટ જાહેર કરવાની માંગણી કરી. દિલ્હી હાઈકોર્ટે તિહાર જેલના અધિકારીઓને કહ્યું કે તેઓ દોષિતોને નોટિસ જાહેર કરે અને પોતાના બચેલા કાનૂની ઉપચારોનો ઉપયોગ કરી લે.

19 ડિસેમ્બર 2019: દિલ્હી હાઈકોર્ટેદોષી પવન ગુપ્તા તરફથી ખુદ સગીર હોવાના દાવાવાળી અરજી ફગાવી દીધી.

6 જાન્યુઆરી 2020: દિલ્હી હાઈકોર્ટે દોષી પવનના પિતા તરફથી કેસના એકપાત્ર સાક્ષી વિરુદ્ધ એફઆઈર નોંધવાવાળી અરજી ફગાવી દીધી.

ફાંસીની પહેલી તારીખથી ફાંસી સુધી

ફાંસીની પહેલી તારીખથી ફાંસી સુધી

7 જાન્યુઆરી 2020: દિલ્હીની અદાલતે ચારેય દોષિતોને 22 જાન્યુઆરીની સવારે 7 વાગ્યે તિહાર જેલમાં ફાંસીની તારીખ રદ્દ કરી દીધી.

8 જાન્યુઆરી 2020: પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી.

9 જાન્યુઆરી 2020: મુકેશે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી.

14 જાન્યુઆરી 2020: મુકેશ અને પવનની ક્યૂરેટિવ અરજીઓ ફગાવી દેવામાં આવી. મુકેશ રાષ્ટ્રપિત પાસે દયા અરજી દાખલ કરી.

17 જાન્યુઆરી 2020: મુકેશની દયા અરજી ફગાવાઈ. પરંતુ દયા અરજી ફગાવાયા બાદ ફાંસીની તારીખમાં 14 દિવસનું અંતર રાખવું જરૂરી હોવાથી 22 જાન્યુઆરીએ ફાંસી રોકવી પડી.

28 જાન્યુઆરી 2020: વિનય શર્માએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન નાખી. મુકેશે દયા અરજી ફગાવાઈ તે વિરુદ્ધ અરજી કરી.

1 ફેબ્રુઆરી સવારે 6 વાગ્યા સુધી ફાંસીની સજા આપવા પર રોક લગાવી દેવામાં આવી.

29 જાન્યુઆરી 2020: મુકેશની દયા અરજી વિરુદ્ધ અરજી રદ્દ. પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી.

30 જાન્યુઆરી 2020: વિનય શર્માની ક્યૂરેટિવ અરજી ફગાવાઈ.

31 જાન્યુઆરી 2020: અક્ષયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ કરી.

1 ફેબ્રુઆરી 2020: પવન ગુપ્તાની દયા અરજી ફગાવાઈ.

5 ફેબ્રુઆરી 2020: અક્ષયની દયા અરજી ફગાવાઈ.

11 ફેબ્રુઆરી 2020: વિનય શર્માએ દયા અરજી ફગાવાયા વિરુદ્ધ અરજી આપી.

11 ફેબ્રુઆરી 2020: વિનય શર્માની અરજી ફરી ફગાવાઈ.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ત્રીજીવાર 3 માર્ચે ફાંસી આપવા માટે ડેથ વોરન્ટ જાહેર કર્યો.

11 ફેબ્રુઆરી 2020: દોષી પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી.

2 માર્ચ 2020: પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટીશન ફગાવાઈ. રાષ્ટ્રપતિ પાસે દયા અરજી દાખલ.

ત્રીજીવાર પણ 3 માર્ચની ફાંસીની સજા ટાળવી પડી.

5 માર્ચ 2020: ચારેય દોષિતોના બધા કાનૂની વિકલ્પો ખતમ થાય બાદ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચોથીવાર ડેથ વોરન્ટ જાહેર કર્યું. ફાંસી માટે 20 માર્ચ 2020 સવાર 5.30 વાગ્યાનો સમય નક્કી કરી દીધો.

20 માર્ચ 2020: સ્થળ- તિહાર જેલ, સવારે 5.30 વાગ્યે નિર્ભયાને ન્યાય મળી ગયો.

ફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશેફાંસી પર બોલી નિર્ભયાની મા- દીકરાઓને સીખવવું પડશે, આવું કરશો તો આવો જ ઈંસાફ મળશે

English summary
Nirbhaya case: timeline from horrible night to justice
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X