નિર્ભયા કેસઃ બળાત્કારી અક્ષયની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં નિર્ભયા ગેંગરેપ કેસના એક દોષી અક્ષય સિંહની પુનર્વિચાર અરજીને સપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજી પર આજે સુનાવણી પૂરી થઈ, જે બાદ કોર્ટે અરજીને ફગાવવાનો ફેસલો સંભળાવ્યો છે. સાત વર્ષ પહેલા ગેંગરેપ-હત્યાનો શર્મનાક મામલાના કેસમાં ચાર દોષિતોમાંથી એક અક્ષયે સુપ્રીમ કોર્ટમાં આ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલ જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેંચે આ મામલે ફેસલો સંભળાવ્યો.

અમારી પાસે નવા તથ્યોઃ વકીલ એપી સિંહ
સુપ્રીમ કોર્ટમાં દોષી અક્ષય તરફથી પક્ષ રાખી રહેલા વકીલ એપી સિંહે કહ્યુ કે હવે તેમના પાસે આ કેસમાં નવા તથ્ય છે. સુપ્રીમ કોર્ટમાં એપી સિંહે કહ્યુ કે તેમના ક્લાયન્ટને મીડિયાના દબાણ, સાર્વજનિક દબાણ અને રાજકીય દબાણ વગેરે બાદ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને એ હજુ પણ છે. એપી સિંહે દલીલ કરતા કહ્યુ કે આ એવો કેસ છે જ્યાં અક્ષય એક નિર્દોષ અને ગરીબ વ્યક્તિ છે. વકીલે સાક્ષી અવનીંદ્ર પાંડે પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યુ કે આ કસમાં સાક્ષીના પુરાવા અને નિવેદન ભરોસાને લાયક નથી.
|
અક્ષયને આ કેસમાં ખોટો ફસાવવામાં આવ્યોઃ વકીલ
અરજી પર સુનાવણી દરમિયાન વકીલે કહ્યુ કે ભારતમાં મૃત્યુદંડને ખતમ કરવુ જોઈએ. અક્ષયને આ કેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે. વકીલે કહ્યુ કે મરતા પહેલા પીડિતાનુ નિવેદન શંકાસ્પદ હતુ. તે સ્વૈચ્છિક નહોતુ. પીડિતા (2012 ગેંગરેપ પીડિતા) એ આરોપીનુ નામ નહોતુ જણાવ્યુ જેણે ગુનો કર્યો હતો. વકીલે કોર્ટમાં કહ્યુ કે આ કેસમાં નકલી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. અક્ષય કુમાર સિંહને આકેસમાં ખોટો ફસાવવામાં આવ્યો છે. જ્યારે મોતનુ કારણ સેપ્ટીસીમિયા અને ડ્રગ ઑવરડોઝ હતુ. વકીલે તિહારના જેલર સુનીલ ગુપ્તાના પુસ્તકનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમાં રામ સિંહની આત્મહત્યા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. આના પર જસ્ટીસ અશોક ભૂષણે કહ્યુ કે આ બધી વાતો તેમણે ટ્રાયલ દરમિયાન કેમ ન જણાવી. ટ્રાયલ પૂરી થયા બાદ કોઈ પુસ્તક લખે, આ ખતરનાક ટ્રેન્ડ છે. સુપ્રીમ કોર્ટના જજે કહ્યુ કે બાદમાં કોઈ કંઈ પણ લખી દે આનો કોઈ અર્થ નથી બનતો.
આ પણ વાંચોઃ જામિયા વિવાદ પર અમિત શાહઃ જો છાત્રો પત્થર ફેંકે તો પોલિસે એક્શન લેવી પડશે

દોષી અક્ષયની પુનર્વિચાર અરજી પર થઈ સુનાવણી
તમને જણાવી દઈએ કે સાત વર્ષ પગેલા 16 ડિસેમ્બર, 2012માં 6 લોકોએ દિલ્લીમાં ચાલતી બસમાં 23 વર્ષની પેરામેડીકલ છાત્રા સાથે ગેંગરેપ કર્યો હતો. ગેંગરેપ બાદ તેમણે પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડની રૉડથી આઘાત કર્યો હતો. ત્યારબાદ પીડિતા અને તેના દોસ્તને બસમાંથી ફેંકી દીધા હતા. ખરાબ રીતે યલ પીડિતાએ ઈલાજ દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. હ્રદય કંપાવી દેનાર આ કેસમાં કોર્ટે 4 દોષીને ફાંસીની સજા સંભળાવી હતી.