For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિર્મલા સીતારમણે કહ્યુ - મફત યોજનાઓ પર ચર્ચાને ખોટો વળાંક આપી રહ્યા છે કેજરીવાલ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાતને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ચૂંટણી દરમિયાન મફત યોજનાઓની જાહેરાતને લઈને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારા કેન્દ્ર પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે કલ્યાણકારી દેશ હોવાને કારણે કોઈપણ સરકાર દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓનો ઈન્કાર કરવામાં આવ્યો નથી. આ સરકારની પ્રાથમિકતા છે.

Nirmala Sitharaman

સીતારમણે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ શિક્ષણ અને સ્વાસ્થ્ય સુવિધાઓ માટે આપવામાં આવતી મદદને 'ફ્રીની રેવડી' ગણાવીને આ ચર્ચાને વિકૃત વળાંક આપી રહ્યા છે. આ જનતાને ડરાવવા માટે છે. અમે મફત સુવિધાઓ પર ચર્ચા ઈચ્છીએ છીએ. શિક્ષણ અને આરોગ્યને નકારવામાં આવ્યુ નથી. આ સરકારની પ્રાથમિકતા છે. નાણામંત્રીએ કહ્યું કે કેજરીવાલે સ્વાસ્થ્ય અને શિક્ષણને 'ફ્રી' ગણાવ્યા. તેમણે ગરીબોના મનમાં ચિંતા અને ભય પેદા કરવાનો પ્રયાસ કર્યો છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ખેડૂતો કે નાના અને મધ્યમ ઉદ્યોગોને અમુક હદ સુધી મફત વીજળી આપવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ તે રાજ્યના બજેટમાં તેની જોગવાઈ થવી જોઈએ અને રાજ્ય પાસે આ માટે પૂરતી આવક પણ હોવી જોઈએ. કેન્દ્રએ દલીલ કરી છે કે વિપક્ષ પાસે નોકરીઓનું સર્જન કરવા, આવક વધારવા અથવા બિઝનેસ કરવામાં સરળતા વધારવા માટે લાંબા ગાળાના સુધારાત્મક પગલાં માટે સુસંગત વ્યૂહરચના નથી. તેના બદલે તેઓ માત્ર ચૂંટણી જીતવા અને મફતના વચનો આપીને સત્તામાં રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

સૂત્રોએ જણાવ્યુ કે અરવિંદ કેજરીવાલ જાણી જોઈને આ તર્કને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. ગરીબોને મફતમાં લાભ આપવો એ ખોટુ છે એવુ કોઈ કહેતું નથી. પરંતુ ઋણ માફ કરવુ અથવા કોર્પોરેટ ટેક્સ કહેવુ ખોટુ છે. દરોમાં ઘટાડો કોર્પોરેટ્સને ફાયદો પહોંચાડવા માટે કરવામાં આવ્યો હતો.

કેન્દ્રનુ કહેવુ છે કે આવી વ્યૂહરચના આખરે તિજોરીને અસર કરશે અને રાજ્યને નાદારી તરફ દોરી જશે. કેન્દ્રએ દલીલ કરી છે કે સ્પર્ધાત્મક રાજકીય વાતાવરણમાં જો તેઓ ચૂંટણીમાં સફળતા લાવે તો તમામ પક્ષો દબાણ હેઠળ રહેશે. બીજી તરફ ભાજપ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ પર ગુરુવારના નિવેદનમાં ત્રણ જુઠ્ઠાણા બોલવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યુ કે કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે મનરેગાના બજેટમાં 25 ટકાનો ઘટાડો કર્યો છે જે સંપૂર્ણ જુઠ્ઠાણુ છે. 2021-22માં મનરેગાનું બજેટ 73 હજાર કરોડ હતુ. રોગચાળાને કારણે આ બજેટમાં 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરીને 98 હજાર કરોડ કરવામાં આવ્યો. જે રીતે મનરેગાને અસરકારક બનાવીને માત્ર તેના બજેટમાં વધારો કરવામાં આવ્યો એટલુ જ નહિ પરંતુ એ પણ સુનિશ્ચિત કર્યુ કે દરેક રૂપિયો સીધો જ લોકોના ખાતામાં પહોંચે ભ્રષ્ટાચાર થાય નહિ.

English summary
Nirmala Sitharaman says "Health and education have never been called freebies arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X