આર્થિક સર્વે સંસદમાં રજૂ કરાયો, 2020-21માં 6 થી 6.5% જીડીપીનુ અનુમાન
નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે 2020 સંસદમાં રજૂ કરી દીધો છે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ નાણામંત્રીએ સંસદમાં આર્થિક સર્વે રજૂ કર્યો. આ વર્ષના આર્થિક સર્વેમાં વર્ષ 2020-21 માટે વિકાસ દર 6થી 6.5 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. નાણામંત્રીના આર્થિક સર્વે રજૂ કરાયા બાદ સંસદને કાલે (શનિવાર) સવારે 11 વાગ્યા સુધી માટે સ્થગિત કરી દેવામાં આવ્યુ છે.
સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે આવનારા નાણાકીય વર્ષ (2020-21)માં જીડીપી ગ્રોથ 6-6.5 ટકા રહી શકે છે. વળી, ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ 5 ટકા રહેવાનુ અનુમાન છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ગ્રોથને પ્રોત્સાહન આપવા માટે ચાલુ નાણાંકીય વર્ષમાં નાણાકીય ખાધ લક્ષ્યથી પાછળ હટવુ પડી શકે છે. ગ્લોબલ ગ્રોથમા નબળાઈથી ભારત પણ પ્રભાવિત થઈ રહ્યુ છે. ફાઈનાન્શયિયલ સેક્ટરની મુશ્કેલીઓના કારણે રોકાણમાં ઘટાડાના કારણે પણ ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રોથ ઘટ્યો છે.
બજેટ પહેલા આર્થિક સમીક્ષા એટલે કે આર્થિક સર્વેને નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં રજૂ કર્યુ છે. આર્થિક સર્વેમાં દેશની આર્થિક સ્થિતિના વાર્ષિક લેખા-જોખા સંસદ સામે મૂકવામાં આવે છે. આર્થિક સર્વેને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકારની ટીમ તૈયાર કરે છે. આ વર્ષનો આર્થિક સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે તૈયાર કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અભિભાષણ સાથે જ આજે (શુક્રવાર)થી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ. બજેટ સત્રનુ પહેલુ ચરણ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક અંતરાલ બાદ આનો બીજો ભાગ 2 માર્ચથી શરૂ થઈને 3 એપ્રિલ સુધી ચાલશે.
આ પણ વાંચોઃ જામિયા ફાયરિંગઃ પ્રિયંકા ગાંધી અને ચિદમ્બરમે પીએમ મોદીને પૂછ્યા મોટા સવાલ