For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનઆઈટી પટનાની છાત્રાને મળ્યુ 40 લાખનું પેકેજ

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, પટનાની કમ્પ્યુટર સાયન્સની છાત્રા નેન્સી કુમારીને 40 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી, પટનાની કમ્પ્યુટર સાયન્સની છાત્રા નેન્સી કુમારીને 40 લાખ રૂપિયા વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. નેન્સીને સોફ્ટવેર કંપની એડોબીએ પ્લેસમેન્ટ આપી છે. એનઆઈટી પટનાની ટ્રેનિંગ તથા પ્લેસમેન્ટ સેલના ઈન્ચાર્જ પ્રોફેસર સમ્રાટ મુખર્જીએ જણાવ્યુ કે સંસ્થામાં અત્યાર સુધી કોઈ પણ છાત્રાને આટલુ પેકેજ મળ્યુ નથી. આ પહેલા એનઆઈટી પટનાની એક છાત્રાને એડોબીએ જ 39 લાખ રૂપિયા પેકેજ ઓફર કર્યુ હતુ.

આ પણ વાંચોઃ MeToo: સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને કહ્યુ હતુઃ મહેશ ભૂપતિઆ પણ વાંચોઃ MeToo: સાજિદ ખાનની ગંદી હરકતો વિશે લારાએ મને કહ્યુ હતુઃ મહેશ ભૂપતિ

nancy kumari

નેન્સી કુમારી બિહારના સીતામઢીની રહેવાસી છે. નોઈડા સ્થિત કંપનીની ઓફિસમાં તેમની પોસ્ટ હશે. પ્રોફેસર મુખર્જીએ જણાવ્યુ કે નેન્સીનું સિલેક્શન કંપનીના વિશેષ પ્રોગ્રામ શી કોડ્સ હેઠળ કરવામાં આવ્યુ છે. કંપનીએ છ સ્ટુડન્ટ્સનું ઓનલાઈન ટેસ્ટ લીધી હતી. ત્યારબાદ કોલકત્તામાં ત્રણ રાઉન્ડનું ટેકનિકલ સેશન થયુ અને ફાઈનલ રાઉન્ડમાં નેન્સીને સિલેક્ટ કરી લીધી હતી.

આ પણ વાંચોઃ 'શરમજનક અને અમાનવીય', મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ પર નીતિશ સરકારને SCની ફટકારઆ પણ વાંચોઃ 'શરમજનક અને અમાનવીય', મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસ પર નીતિશ સરકારને SCની ફટકાર

એનઆઈટી પટનામાં સેમસંગે પ્લેસમેન્ટ ડ્રાઈવ ચલાવી જેમાં સંસ્થાના 90 છાત્રોનો કોડિંગ ટેસ્ટ થયો. એમાંથી 22 છાત્રોને ટેકનિકલ રાઉન્ડ માટે પસંદ કરવામાં આવ્યા. ફાઈનલ રાઉન્ડમાં 17 છાત્રોન સિલેક્ટ કરી લીધા. છેલ્લા રાઉન્ડ સુધી પહોંચનારા છાત્રોને લગભગ સાડા દસ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. એનઆઈટી પટનાની નવ છાત્રોને એક્સેન્જર એડવાન્સ્ડ એન્જિનિયરીંગે મોકો આપ્યો છે. આ છાત્રોને 9 લાખનો વાર્ષિક પેકેજ ઓફર કરવામાં આવ્યુ છે. પ્રો. મુખર્જી મુજબ એનઆઈટી પટનામાં ઘણી કંપનીઓએ પ્લેસમેન્ટ ડ્રાઈવમાં ભાગ લીધો. આમાં એલ્સટોમ ગ્રુપ, ઓરેકલ, ઓયો રુમ્સ, કેપજેમીની ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વગેરે મુખ્ય છે.

English summary
NIT Patna Placement 2018: This girl scripted history, bagged highest ever package of nearly Rs 40 lakh .
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X