નિતિન ગડકરીની વાર્ષિક આવકમાં 140 ટકાનો વધારો, જાણો કુલ કેટલી છે સંપત્તિ

કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ વર્ષ 2017-18ની પોતાની આવકની જાણકારી પોતાના ચૂંટણી ફોર્મમાં આપી છે.

કેન્દ્રીય માર્ગ તેમજ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ વર્ષ 2017-18ની પોતાની આવકની જાણકારી પોતાના ચૂંટણી ફોર્મમાં આપી છે. તેમણે આવેદનપત્રમાં જાણકારી આપી છે કે તેમની કુલ આવક 6.4 લાખ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે નિતિન ગડકરી ભારતીય જનતા પાર્ટી તરફથી નાગપુર લોકસભા સીટથી પાર્ટીના ઉમેદવાર છે. તેમણે સોમવારે પોતાનું આવેદન પત્ર ભર્યુ છે જેમાં તેમણે પોતાની આવકની જાણકારી આપી છે.

140 ટકાનો વધારો

140 ટકાનો વધારો

લોકસભા ચૂંટણીમાં નિતિન ગડકરીએ પોતાના આવેદનપત્રમાં આ વાતની જાણકારી આપી હતી કે તેમની 2013-14માં કુલ આવક 2.7 લાખ રૂપિયા છે. એવામાં ગઈ ચૂંટણીની તુલનામાં આ વખતે નિતિન ગડકરીની આવકમાં કુલ 140 ટકાનો વધારો થયો છે. તેમની પત્ની કંચન તરફથી જે આવકની જાણકારી આપવામાં આવી છે તે અનુસાર કંચનની કુલ સંપત્તિ વર્ષ 2017-18માં 40 લાખ રૂપિયા છે. વળી, 2013-14માં તેમની કુલ આવક 4.6 લાખ રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર છે કે ઉમેદવારોએ છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા વિભાગમાં દાખલ આઈટી રિટર્નની જાણકારી આપવાની છે.

10 ટકાનો વધારો

10 ટકાનો વધારો

નિતિન ગડકરીની કુલ આવક 6.9 કરોડ રૂપિયા છે જેમાં 1.96 કરોડ તેમના પૂર્વજોની સંપત્તિ છે. એવામાં 2014ની તુલનામાં ગડકરીની આવકમાં કુલ 10 ટકાનો વધારો થયો છે. ગડકરીની સંપત્તિમાં વધારાનું એક કારણ એ પણ છે કે તેમની સંપત્તિની કિંમત છેલ્લા પાંચ વર્ષમાં બજાર અનુસાર વધી છે. તમને જણાવી દઈએ કે ચૂંટણી કમિશને વર્તમાન બજાર કિંમતના આધારે ઉમેદવારોની સંપત્તિની કિંમત ઘોષિત કરવાનું અનિવાર્ય કરી દીધુ હતુ.

પત્નીની સંપત્તિ કરોડોમાં

પત્નીની સંપત્તિ કરોડોમાં

વળી, નિતિન ગડકરીની પત્નીની આવકની વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 7.3 કરોડ રૂપિયા છે, 2014ની તુલનામાં તેમની સંપત્તિમાં 127 ટકાનો વધારો થયો છે. ગડકરીનો વર્લીમાં એક ફ્લેટ છે. તેની બજાર કિંમતમાં 12.5 ટકાનો વધારો થયો છે જેની કિંમત 2014માં 3.78 કરોડ રૂપિયા હતી પરંતુ હવે આની કિંમત 4.25 કરોડ રૂપિયા છે. ગડકરી પાસે 22 લાખ રૂપિયાની જ્વેલરી પણ છે. વળી, બેંક ખાતામાં જમા પૈસાની વાત કરીએ તો તેમની બેંકમાં જમા પૈસા ઓછા થયા છે. ગડકરી પાસે કુલ બેંક ડિપોઝીટ 9 લાખ રૂપિયા છે કે જે 57 ટકા ઓછી થઈ છે. તેમણે ચૂંટણૂ ખર્ચ માટે અલગથી એક બેંક ખાતુ એક લાખ રૂપિયાના બેલેન્સથી ખોલાવ્યુ હતુ.

એક કરોડ રૂપિયાની લોન

એક કરોડ રૂપિયાની લોન

ગડકરી દ્વારા કુલ રોકાણની વાત કરીએ તો આમાં 78 ટકાનો ઘટાડો થયો છે, હવે આ કુલ 3.55 લાખ રૂપિયા છે. પૂર્વી પૉવર એન્ડ સુગરમાં ગડકરીના કુલ 310 શેર છે જેમાં પ્રતિ શરેની કિંમત 1 રૂપિયા છે. ગડકરી પાસે એક એમ્બેસેડર કાર છે જેની કુલ કિંમત 10000 રૂપિયા છે. આ સાથે જ તેમની પાસે એક હોન્ડા કાર છે જેની કિંમત 20 લાખ રૂપિયા છે. તેમણે એક બિઝનેસમાં 14.8 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે. તેમણે 1.57 કરોડ રૂપિયાની લોન લીધી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X