For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીનો રાહુલ પર પલટવાર, ‘હિંમત માટે તમારા સર્ટિફિકેટની જરૂર નથી'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કરતા કહ્યુ કે હિંમત માટે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પલટવાર કર્યો છે. નીતિન ગડકરીએ કહ્યુ કે હિંમત માટે અમારે તમારા સર્ટિફિકેટની જરૂર નથી. એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવા છતા તમારે પીએમ મોદી પર હુમલો કરવા માટે કોઈના ખભાની જરૂર પડે છે, તેના માટે તમે મીડિયાના ટ્વિસ્ટ સમાચારોનો સહારો લઈ રહ્યા છો. વાસ્તવમાં રાહુલ ગાંધીએ નીતિન ગડકરીના એક નિવેદન અંગે તેમની પ્રશંસા કરી હતી અને તેમને એક દમદાર નેતા ગણાવ્યા હતા.

તમારા સર્ટિફિકેટની જરૂર નથી- નીતિન ગડકરી

તમારા સર્ટિફિકેટની જરૂર નથી- નીતિન ગડકરી

નીતિન ગડકરીએ ટ્વીટ કર્યુ, ‘તમારી નીતિઓએ ખેડૂતોને જે બદતર સ્થિતિમાં લાવી દીધા તેનાથી બહાર કાઢવાની ઈમાનદાર કોશિશ પીએમ મોદી કરી રહ્યા છે અને આમાં સફળ પણ રહ્યા છે. તમારા સહિત અમુક લોકોને નરેન્દ્ર મોદીનું પ્રધાનમંત્રી બનવુ સહન નથી થઈ રહ્યુ એટલા માટે તમને અસહિષ્ણુતા તેમજ બંધારણીય સંસ્થાઓ પર હુમલાના સપના આવે છે.'

રાહુલે ગડકરીના નિવેદન પર કરી હતી પ્રશંસા

રાહુલે ગડકરીના નિવેદન પર કરી હતી પ્રશંસા

આ પહેલા નીતિન ગડકરી માટે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ હતુ, ‘ભાજપમાં એક તમે જ છો જેમાં બોલવાની હિંમત છે. તમે રાફેલ ડીલમાં ગોટાળો અને અંબાણીની કંપનીને ફાયદો, આ ઉપરાંત ખેડૂતોની બદતર હાલત અને આ સરકાર દ્વારા સરકારી સંસ્થાઓને નિશાન બનાવવા વિશે દેશને વધુ જણાવો.'

જે ઘર નથી સંભાળી શકતા તે દેશ શું સંભાળશે - ગડકરી

તમને જણાવી દઈએ કે નીતિન ગડકરીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્વ કાર્યકર્તાઓના એક સંમેલનમાં કહ્યુ હતુ, ‘ એ એવા ઘણા લોકોને મળ્યો છુ જે કહે છે કે અમે ભાજપ અને દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરવા ઈચ્છીએ છીએ. હું એવા લોકોને કહ્યુ છુ કે શું કરી રહ્યા છો તમે? અને તમારા પરિવારમાં બીજા કયા લોકો છે? તે એ પહેલા તેમને પોતાના ઘરની સંભાળ લેવા માટે કહે છે કારણકે જે પોતાનુ ઘર ન સંભાળી શકે, તે દેશ પણ નહિ સંભાળી શકે.' આને પીએમ મોદી સાથે જોડીને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિન ગડકરીને દમદાર નેતા ગણાવ્યા હતા.

આ પણ વાંચોઃ 'મારી માએ મારી પાસે વચન લીધુ હતુ કે ક્યારેય લાંચ નહિ લેવાની': પીએમ મોદીઆ પણ વાંચોઃ 'મારી માએ મારી પાસે વચન લીધુ હતુ કે ક્યારેય લાંચ નહિ લેવાની': પીએમ મોદી

English summary
nitin gadkari pans rahul gandhi, says- Don’t need your certificate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X