મહારાષ્ટ્ર સિંચાઈ સ્કેમ: ગડકરીના બચાવમાં આવી બીજેપી

બીજેપી નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે ‘ અંજલિ દમાનિયાના આરોપો અર્થવિહોણા છે. અંજલિ બીજેપીના કોઇપણ નેતાને નથી મળી'. તેમણે આને કોંગ્રેસનું કાવતરૂં ગણાવ્યું હતું.
મહારાષ્ટ્રની રાજનીતિમાં ભૂકંપ લાવનાર સિંચાઇ ગોટાળાએ નિતિન ગડકરીને મૂશ્કેલીમાં મૂકી દીધા છે. આરટીઆઇ એક્ટિવિસ્ટ અંજલિ દમાનિયાએ આરોપ લગાવ્યા હતા કે શરદ પવાર સાથે કારોબારી સંબંધ હોવાના કારણે ગડકરીએ આ ગોટાળાને દબાવી દીધો હતો.
અંજલિના જણાવ્યા અનુસાર સિંચાઈ ગોટાળાને રાજકીય રીતે ઉછાળવા તે ગડકરી પાસે મદદ માગવા ગઇ હતી. પરંતુ ગડકરીએ મામલાને દબાવી દેવા જણાવ્યું હતું.
જોકે બીજેપીએ આ ઘટનાને બકવાસ ગણાવી હતી. બજેપી પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે ગડકરીની ક્યારેય અંજલિ સાથે મુલાકાત થઇ નથી.












Click it and Unblock the Notifications
