For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનનું પાણી રોકવાના નિર્ણય પર ગડકરી, ‘અંતિમ નિર્ણય પીએમ કરશે'

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાનને પાણી ન આપવાનો તેમનો નિર્ણય એમનો એકલાનો નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે કહ્યુ કે પાકિસ્તાનને પાણી ન આપવાનો તેમનો નિર્ણય એમનો એકલાનો નથી. આ મામલે અંતિમ નિર્ણય પીએમ મોદી લેશે. નીતિન ગડકરીએ કહ્યુ કે તેમણે વિભાગને આની બ્લુ પ્રિન્ટ બનાવવાનું કહ્યુ છે. તમને જણાવી દઈએ કે ગુરુવારે નીતિન ગડકરીએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભારત ત્રણ નદીઓના પોતાના હિસ્સાનું પાણી રોકશે.

nitin gadkari

નીતિન ગડકરીએ કહ્યુ, 'પોતાના વિભાગને કહ્યુ છે કે પાકિસ્તાનને જે આપણા ભાગનું પાણી જઈ રહ્યુ છે, તેને ક્યાં ક્યાંથી રોકી શકાય છે તેની ટેકનિકલ ડિઝાઈન બનાવીને આપે. ગડકરીએ કહ્યુ કે જો પાકિસ્તાન આ રીતે વર્તન કરશે અને આતંકવાદનું સમર્થન કરશે તો તેની સાથે માનવતાનો વ્યવહાર કરવાનો શું અર્થ છે.' પુલવામામાં થયેલા હુમલા બાદ સતત ભારતથી પાક જતી નદીઓના પાણી અંગે સવાલ ઉઠી રહ્યા હતા. ગડકરીએ જણાવ્યુ કે રાવી નદી પર શાહપુર-કાંજીમાં બાંધ બનાવવાનું કામ શરૂ થઈ ગયુ છે. વળી, યુજેએચ પ્રોજેક્ટ પણ પાણી રોકીને આની બીજી તરફ વાળશે. આ પ્રોજેક્ટને નેશનલ પ્રોજેક્ટ ઘોષિત કરવામાં આવ્યો છે.

નીતા પ્રસાદ, એડીજી (જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ) એ નીતિન ગડકરીના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે નીતિન ગડકરીએ આ તરફ પગલુ ઉઠાવ્યુ. તે પહેલેથી જ આના પર વાત કરતા રહ્યા છે. તમને જણાવી દઈએ કે આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સંબંધ ખતમ કરવાની માંગ ઉઠી રહી છે. ભારતે હજુ થોડા દિવસો પહેલા જ પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો છીનવી લીધો છે.

આ પણ વાંચોઃ વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવાથી BCCI પર લાગી શકે છે મોટો પ્રતિબંધ!આ પણ વાંચોઃ વિશ્વકપમાં પાકિસ્તાન સામે ન રમવાથી BCCI પર લાગી શકે છે મોટો પ્રતિબંધ!

English summary
nitin gadkari says, pm modi will take final call on stopping water to pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X