For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચમકી તાવથી મોત પર વિધાનસભામાં શું બોલ્યા સીએમ નીતીશ કુમાર

બિહારના મુઝફ્ફરપુર અને બીજા શહેરોમાં એઈએસ (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિંડ્રોંમ) એટલે કે ચમકી તાવથી 150થી વધુ બાળકોની મોત પર નીતીશ કુમારે સોમવારે વિધાનસભામાં જવાબ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

બિહારના મુઝફ્ફરપુર અને બીજા શહેરોમાં એઈએસ (એક્યુટ ઈન્સેફેલાઈટિસ સિંડ્રોંમ) એટલે કે ચમકી તાવથી 150થી વધુ બાળકોની મોત પર નીતીશ કુમારે સોમવારે વિધાનસભામાં જવાબ આપ્યો છે. બિહાર સીએમ નીતીશ કુમારે બાળકોની મોત પર કહ્યુ કે તે એક્સપર્ટ સાથે બેઠકો કરી ચૂક્યા છે પરંતુ આ બિમારીના કારણો હજુ સામે આવ્યા નથી. વળી, આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ આ બિમારીથી મોતમાં ઘટાડો થવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ Video વાયરલ: દિલબર-દિલબર સોંગ પર નેહા કક્કડે કર્યો ડાંસ, લાખો લોકો જોઈ રહ્યા છેઆ પણ વાંચોઃ Video વાયરલ: દિલબર-દિલબર સોંગ પર નેહા કક્કડે કર્યો ડાંસ, લાખો લોકો જોઈ રહ્યા છે

ચમકી તાવ પર અમેરિકી વિશેષજ્ઞોનું મંતવ્ય પણ અલગઃ નીતીશ કુમાર

ચમકી તાવ પર અમેરિકી વિશેષજ્ઞોનું મંતવ્ય પણ અલગઃ નીતીશ કુમાર

નીતીશ કુમારે કહ્યુ કે ચમકી તાવથી મોત દૂર્ભાગ્યપૂર્ણ છે. આ એક અત્યંત ગંભીર મુદ્દો છે. 2015માં તેમણે એમ્સ પટનામાં આ બિમારી વિશે નિષ્ણાત સાથે મીટિંગ કરી હતી. અમે ઘણી બેઠકો કરી છે અને આ મુદ્દાઓ પર ચર્ચા કરી. બિમારીનું અસલી કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. વિશેષજ્ઞોનું મંતવ્ય મેળવવા માટે એક રિપોર્ટ અમેરિકામાં મોકલવામાં આવ્યો છે. વિશેષજ્ઞોનું મંતવ્ય અલગ અલગ છે. કુમારે કહ્યુ કે ચમકી તાવથી મોત પર આપણે વિચારવુ પડશે કે ગરીબ પરિવાર કેમ પ્રભાવિત થયા છે અને આપણે ગરીબ પરિવારને ગરીબીમાંથી બહાર લાવવા માટે દરેક સંભવ પ્રયત્નો કરવા પડશે. મને એ વાતની પણ શંકા છે કે આ વર્ષે આપણે દુષ્કાળનો સામનો કરવો પડશે. આનાથી મુશ્કેલી થઈ શકે છે. ચમકી તાવ માટે જાગૃતિ અભિયાનની જરૂર છે.

આરોગ્ય મંત્રીએ જણાવ્યુ 28 જૂન સુધી 154 બાળકોના મોત

આરોગ્ય મંત્રીએ જણાવ્યુ 28 જૂન સુધી 154 બાળકોના મોત

બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ વિધાનસભામાં માહિતી આપી કે 28 જૂન સુધી 158 બાળકોના મોત ચમકી તાવથી થયા છે. પાંડેએ જણાવ્યુ કે 28 જૂન સુધી 720 બાળકો ચમકી તાવી ફરિયાદના કારણે હોસ્પિટલમાં ભરતી થયા. 586 બાળકો ઈલાજ બાદ ઠીક થઈ ગયા જ્યારે 154 બાળકોના મોત થઈ ગયા. આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ચમકી તાવથી મૃત્યુ દર 21 ટકા ઘટ્યો છે. ડેટા મુજબ છેલ્લા પાંચ વર્ષોમાં એઈએસનો મૃત્યુ દર ઘટ્યો છે.

ચમકી તાવ પર વિધાનસભામાં વિપક્ષનો વિરોધ

ચમકી તાવ પર વિધાનસભામાં વિપક્ષનો વિરોધ

બિહાર વિધાનમંડળના મોનસુન સત્રના બીજા દિવસે સોમવારે સંસદની કાર્યવાહી શરૂ થતા જ વિપક્ષે હોબાળો કર્યો. ચમકી તાવ માટે વિપક્ષે સરકાર સામે કાર્ય સ્થગિત કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. વિધાનસભાની બહાર પણ વિપક્ષી નેતા આ માટે પ્રદર્શન કરી રહ્યા છે. વિપક્ષનું કહેવુ છે કે આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પોતાની નિષ્ફળતા માનીને રાજીનામુ આપવુ જોઈએ.

English summary
Nitish Kumar Health Minister Mangal Pandey Bihar Assembly on Children Death encephalitis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X