NDA સાથે સંબંધ તોડ્યા બાદ નીતિશને નુકસાન: સર્વે

nitish kumar
નવી દિલ્હી, 23 જુલાઇ : બિહારમાં જેડીયૂ-બીજેપી ગઠબંધન તૂટ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. ઉપરાંત જો હાલમાં ચૂંટણી યોજાઇ તો બીજેપી-જેડીયૂની લડાઇનો સૌથી વધારે લાભ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીને મળી શકે છે. આ ખુલાસો થયો છે આઇબીએન 7 અને સીએડીએસના એક સર્વેમાં. સર્વે અનુસાર હજી લોકસભા ચૂંટણી યોજાઇ જો નીતિશ કુમારને તેનો ફાયદો ઉઠાવવો પડશે.

18 રાજ્યોના 19 હજાર 62 લોકોની વચ્ચે યોજાયેલા આ સર્વેમાં આંકડા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર માટે ખતરાની ઘંટી વગાડી રહ્યા છે. સર્વે અનુસાર બીજેપી સાથેનો સંબંધ તોડ્યા બાદ નીતિશ કુમારની લોકસપ્રિયતામાં 9 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે બીજેપી નેતા સુશીલ મોદીની લોકપ્રિયતા 6 ટકા વધી છે.

બીજી તરફ બિહારમાં 57 ટકા લોકો એવું માની રહ્યા છે કે બિહારમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. જો હાલમાં ચૂંટણી યોજાઇ તો બીજેપીને 8-12 જ્યારે જેડીયૂને 15-19 બેઠકો મળી શકે છે. આ સર્વે અનુસાર જો હાલમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવે તો તેનો લાભ લાલુ પ્રસાદ યાદવની આરજેડીને થઇ શકે છે.

સર્વે અનુસાર લાલુ યાદવની લોકપ્રિયતામાં ભલે જ 1 ટકાનો ઘટાડો આવ્યો હોય, પરંતુ ચૂંટણી યોજાઇ તો લાલુના ખાતામાં 8-12 બેઠકો આવી શકે છે. જ્યારે ગયી લોકસભાની ચૂંટણીમાં તેમને માત્ર 4 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. આરજેડીને 5 ટકા વોટોનો સીધો ફાયદો મળતો દેખાઇ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X