For Quick Alerts
For Daily Alerts
પાકિસ્તાનની યાત્રા માટે નિતિશ કુમાર રવાના થયા
પટણા, 8 નવેમ્બર: બિહારીઓના સદભાવના સંદેશને લઇને મુખ્યમંત્રી નિતિશ કુમાર આજે અઠવાડિયા માટે પાકિસ્તાનની યાત્રા માટે રવાના થયા છે. તે બિહારના વિકાસની વાત સાંસદો અને સિવિલ સોસાયટીના સભ્યો સમક્ષ મુકશે. મુખ્યમંત્રી પહેલાં નવી દિલ્હી જશે, જ્યાંથી તે નવ નવેમ્બરના રોજ પાકિસ્તાન માટે રવાના થશે. 12 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે તે 16 નવેમ્બર સુધી પાકિસ્તાનમાં રોકાશે.
વિધાનસભાના અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરી, ઉર્જા મંત્રી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ, વાહન વ્યવહાર મંત્રી વૃશિણ પટેલ અને ખાદ્ય અને સંરક્ષ મંત્રી શ્યામ રજકે મુખ્યમંત્રી નિતિશ કુમારને શુભેચ્છા પાઠવી હતી.
પોતાની યાત્રા દરમિયાન નિતિશ કુમાર કાયદે આજમ મોહંમદ અલી જિન્નાની મજાર પર શ્રદ્ધાસુમન અર્પિત કરશે. તે સિંધુ ઘાટી સભ્યતાના પુરાતત્વ સ્થળ તક્ષશિલા અને મોહેંજો દડો સિવાય ડેરા સાહેબ ગુરૂદ્રારા, સિખ મહારાજ રંજીત સિંહની સમાધિ જોવા માટે જશે.
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને પ્રધાનમંત્રી રાજા પરવેજ અશરફ સાથે મુલાકાતનો કોઇ કાર્યક્રમ નક્કી નથી. બિહારના મુખ્યમંત્રી પંજાબ અને સિંધ પ્રાંતના મુખ્યમંત્રીઓના આમંત્રણ પર તે પાકિસ્તાન જઇ રહ્યાં છે. 16 નવેમ્બરે પંજાબના ગર્વનર લતીફ ખાન ખોસા સાથે પણ મુલાકાત કરશે.