મોદી પર નીતિશનો હુમલો, આજકાલ માત્ર સપના બતાવી રહ્યા છે કેટલાંક લોકો

નવી દિલ્હી, 23 ડિસેમ્બર: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજકાલ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાનો સાધવાની કોઇપણ તક ચૂકતા નથી. એસોચેમમાં બોલતા સોમવારે નીતિશ કુમારે જણાવ્યું કે આજકાલ વિકાસ અથવા વિકાસ મોડેલની વાત નથી થતી, બસ માત્ર સપનાઓ બતાવવામાં આવી રહ્યા છે. એક જાદૂની છડી આવશે અને બધી જ સમસ્યાઓનું સમાધાન થઇ જશે.

મોદી પર હુમલો કરતા નીતિશ કુમારે જણાવ્યું કે 'આજ કાલ કોઇ પણ વિકાસ અથવા વિકાસ મોડેલની વાત નથી કરી રહ્યું, માત્ર સપના જ બતાવવામાં આવે છે કે એ જાદૂની છડી આવશે અને તમામ સમસ્યાઓનું સમાધાન થઇ જશે. કંઇક એવુ વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે કે પાંખો લાગી જશે અને આપણે ઊડવા લાગીશું.'

nitish modi
મોદી પર હુમલો કરવાની સાથે નીતિશે વડાપ્રધાન પદ માટે પોતાની મહત્વાકાંક્ષા પણ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે 'આ કાળનું ચક્ર ફરતું રહે છે, ક્યારેય કોઇના હકમાં તો ક્યારેક કોઇ અન્યના હકમાં આવે છે. અમે નેશનલ હાઇવે બનાવ્યો રાજ્ય સરકારના ફંડથી. હવે કેન્દ્ર સરકાર રૂપિયા આપવાની ના કહી રહી છે. અમે સમય આવતા એક એક રૂપિયો વસૂલ કરીશું.'

આપને જણાવી દઇએ કે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદને લઇને 2013માં જ ભાજપ-જેડીયૂનું 17 વર્ષ જૂના ગઠબંધન તૂટી ગયું હતું. ત્યારબાદથી જ નીતિશ કુમાર હંમેશાથી નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X