For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિત્યાનંદના પાસપોર્ટની સમયસીમા ખતમ, તેના 14 લેપટૉપ-મોબાઈલની તપાસથી ખુલશે રાઝ

વિદેશ ભાગેલા વિવાદાસ્પદ ગુરુ નિત્યાનંદની ધરપકડ માટે પોલિસ તેના અમદાવાદ સ્થિત આશ્રમથી મળી આવેલ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સની તપાસમાં લાગી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

વિદેશ ભાગેલા વિવાદાસ્પદ ગુરુ નિત્યાનંદની ધરપકડ માટે પોલિસ તેના અમદાવાદ સ્થિત આશ્રમથી મળી આવેલ ઈલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સની તપાસમાં લાગી ગઈ છે. આશ્રમમાં ચાલેલ સર્ચ ઑપરેશનમાં એસઆઈટી (સ્પેશિયલ ઈનવેસ્ટીગેશન ટીમ)ને 43 ટેબલેટ, 14 લેપટૉપ, 4 મોબાઈલ અને પેન ડ્રાઈવ વગેરે વસ્તુઓ મળી હતી. એ તપાસ કરવામાં આવી રહી કે કોણ કોણ તેનો ઉપયોગ કરતા હતા. અમદાવાદ ગ્રામીણ ડીવાયએસી કે ટી કામરિયાએ જણાવ્યુ કે હાલમાં રિમાન્ડ પર લેવામાં આવેલી 2 સાધ્વીઓ પ્રાણપ્રિયા અને પ્રિયતત્વાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમણે એ પણ જણાવ્યુ કે નિત્યાનંતના પાસપોર્ટની સમયસીમા ખતમ થઈ ગઈ છે. એવામાં એ સંભાવના પણ છે કે તેણે કોઈ બીજા દેશનો પાસપોર્ટ બનાવી લીધો હોય.

‘તેને હવે અહીં શોધવો સમયની બરબાદી હશે'

‘તેને હવે અહીં શોધવો સમયની બરબાદી હશે'

તમને જણાવી દઈએ કે નિત્યાનંદ સામે હીરાપુરના ઓઆવેલા નિત્યાનંદ આશ્રમમાંથી કથિત રીતે ગાયબ થયેલી યુવતીઓ અને બાળકોને છૂપાવી રાખવા બાબતે થોડા દિવસો અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ આરોપમાં તેની સામે તપાસ શરૂ થઈ હતા કે અમદાવાદ ગ્રામીણના પોલિસ ઈન્સ્પેક્ટર એસવી અંસારી અને પોલિસ સબ ઈન્સ્પેક્ટર (અમદાવાદ ગ્રામીણ) કે ટી કામરિયાએ કહ્યુ કે નિત્યાનંદ તો દેશ છોડીને ભાગી ચૂક્યો છે. અનસારીઓ કહ્યુ, તેને હવે અહીં શોધવો સમયની બરબાદી છે. જો ભારત આવશે તો તેને જરૂર પકડી લઈશુ.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ - ખબર નથી કયા દેશમાં છે

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યુ - ખબર નથી કયા દેશમાં છે

વળી, વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ, પોલિસે નિત્યાનંદના પ્રત્યાર્પણ માટે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવાની વાત કહી છે. પરંતુ નિત્યાનંદના દેશમાંથી ભાગવાની હાલમાં પોલિસ કે ગૃહ મંત્રાલય તરફથી કોઈ અધિકૃત પુષ્ટિ થઈ નથી. તે કયા દેશમાં છે, તે ખબર નથી. અમારે તેના લોકેશન અને નાગરિકતા વિશે માહિતી ભેગી કરવી પડશે.

આ પણ વાંચોઃ શિવસેના સાથે પ્રેસ કૉન્ફરન્સમાં શરદ પવાર, 'આ સરકાર પડશે, અમે આવીશુ સત્તામાં'આ પણ વાંચોઃ શિવસેના સાથે પ્રેસ કૉન્ફરન્સમાં શરદ પવાર, 'આ સરકાર પડશે, અમે આવીશુ સત્તામાં'

વિદેશથી પકડીને લાવીશુ, કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ

વિદેશથી પકડીને લાવીશુ, કાયદાકીય પ્રક્રિયા શરૂ થઈ

પત્રકારોએ જ્યારે ગુજરાત પોલિસને નિત્યાનંદ વિશે સવાલ કર્યા તો કહેવામાં આવ્યુ કે નિત્યાનંદને વિદેશમાંથી પકડીને લાવીશુ. આના માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવી ચૂકી છે. એસપી એસ વી અનસારીએ કહ્યુ કે હાલમાં અમે નિત્યાનંદને નથી શોધી શકતા. પહેલા અમે પકડવામાં આવેલી એ 2 સંચાલિકાઓની પૂછપરછ કરીશુ. પુરાવા એકત્ર કરીશુ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

2 સંચાલિકાઓને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી

2 સંચાલિકાઓને 5 દિવસના રિમાન્ડ પર લેવામાં આવી

એસપી(ગ્રામીણ) આર વી અનસારીએ કહ્યુ, તેની 2 વિશ્વાસપાત્ર હરિણી ચેલપ્પન ઉર્ફે મા નિત્ય પ્રાણપ્રિયા નંદા (30) અને રિદ્ધિ રવિકિરણ ઉર્ફે મા નિત્ય પ્રિયાતત્વા નંદા (24)ને પાંચ દિવસના રિમાન્ડ પર લેવામાં આવી છે. આ બંને પર 4 બાળકોને કથિત રીતે અપહરણ કરીને એખ ફ્લેટમાં બંધક બનાવીને રાખવાનો આરોપ છે. અપહરણ કરાયેલ બાળકો પાસેથી દાન મંગાવવાના પણ આરોપ લાગ્યા છે. જેની ફરિયાદ એ બાળકોના પરિજનોએ નોંધાવી છે.

બાળકોએ જણાવ્યુ - યાતનાઓ આપીને કામ કરાવી રહ્યા હતા

બાળકોએ જણાવ્યુ - યાતનાઓ આપીને કામ કરાવી રહ્યા હતા

આ પહેલા બુધવારે પોલિસે યોગિની સર્વજ્ઞપીઠમ આશ્રમના 9 અને 10 વર્ષના બાળકોની પૂછપરછ કરી. ત્યારે 2 બાળકોએ જણાવ્યુ કે નિત્યાનંદના લોકો દ્વારા અમને યાતનાઓ આપવામાં આવી રહી હતી અને બાલશ્રમિક તરીકે કામ કરાવવામાં આવી રહ્યુ હતુ. શહેરના એક ફ્લેટમાં 10થી વધુ દિવસોથી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. માતાપિતા તરફથી નોંધાવવામાં આવેલ એક ફરિયાદના આધારે આશ્રમમાંથી મુક્ત કરાવાયેલ 2 અન્ય બાળકોએ પણ આ રીતના આરોપ લગાવ્યા.

કેરેબિયાઈ દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ચર્ચા

કેરેબિયાઈ દેશ ત્રિનિદાદ એન્ડ ટોબેગોની ચર્ચા

વળી, આ કેસમાં એક મહત્વની ક્લૂ બેંગલુરુની એક યુવતીનુ કેરેબિયાઈ દેશ ત્રિનિદાદ એન્ટ ટોબેગોમાં હોવુ છે. એ યુવતીના પરિજનોએ થોડા દિવસો અગાઉ જ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને નિત્યાનંદ અને તેના આશ્રમ સાથે જોડાયેલા લોકો સામે પોતાના બાળકોને એ યુવતી સાથે સ્કાઈપ દ્વારા સંપર્ક કર્યો. એ યુવતીએ કહ્યુ કે તે સેફ અને ખુશ છે. એવામાં પોલિસનુ માનવુ છે કે નિત્યાનંદ ત્યાં તેની પાસે હાજર છે.

English summary
Nityananda's Passport Expired, Sources says- He has fled to Trinidad via Nepal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X