For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરકજ પરિસરને બંધ કરવાની આપવામાં આવી હતી નોટિસઃ દિલ્લી પોલિસ

દિલ્લી સરકારે નિઝામુદ્દીન મરકજના મૌલાના સામે એફઆઈઆર નોંધવાના આદેશ આપી દીધા છે. વળી, સમગ્ર મામલે હવે મરકજ તરફથી સફાઈ આપવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

સોમવારે રાજધાની દિલ્લીના નિઝામુદ્દીન વિસ્તારથી લગભગ 200 લોકોને ઘણી હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા હતા. આમાંથી અમુક લોકોને કોરોના સંક્રમિત હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ દિલ્લી પોલિસે મસ્જિદની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દીધા. વળી, દિલ્લી સરકારે નિઝામુદ્દીન મરકજના મૌલાના સામે એફઆઈઆર નોંધવાના આદેશ આપી દીધા છે. વળી, સમગ્ર મામલે હવે મરકજ તરફથી સફાઈ આપવામાં આવી છે.

મરકજની સફાઈ

મરકજની સફાઈ

મરકજે સમગ્ર મામલે પોતાની સફાઈ આપી છે અને કહ્યુ છે કે 24 માર્ચે એસએચઓ હઝરતે નિઝામુદ્દીન પોલિસ સ્ટેશને મરકજ પરિસરને બંધ કરવાના નિર્દેશ આપીને એક નોટિસ જારી કરી હતી. 24 માર્ચે આનો જવાબ આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યુ કે મરકજને બંધ કરવાના નિર્દેશોનુ પાલન કરવામાં આવી રહ્યુ છે અને છેલ્લા થોડા દિવસોમાં લગભગ 1500 લોકોને પાછા મોકલી દેવામાં આવ્યા છે. ત્યારબાદ મરકજમાં વિવિધ રાજ્યો અને દેશોના લગભગ 1000 વિઝિટર્સ બચી ગયા હતા.

2 વાર નોટિસ આપવામાં આવી હતી

સાથે જ એ પણ જણાવવામાં આવ્યુ કે Ld. SDMને લોકોને તેમના મૂળ સ્થળોએ પાછા મોકલવા માટે વાહનના પાસ આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 17 વાહનોનુ રજિસ્ટ્રેશન સંખ્યા સાથે એક લિસ્ટ અને ડ્રાઈવરોના લાયસન્સનુ વિવરણ Ld. SDMને મોકલી દેવામાં આવ્યુ જેથી ફસાયેલા વિઝિટર્સને તેમની મૂળ જગ્યાએ મોકલી દેવામાં આવે. રિપોર્ટ અનુસાર દિલ્લીના હજરત નિઝામુદ્દીન સ્થિત મરકજમાં વિવિધ દેશોના 2000થી વધુ પ્રતિનિધિઓએ તબ્લીગ-એ-જમાતમાં ભાગ લીધો હતો. સમગ્ર મામલે સાઉથ-ઈસ્ટ દિલ્લીના ડીસીપી આરપી મીણાએ જણાવ્યુ કે કાર્યક્રમને રદ કરવા માટે 2 વાર નોટિસ આપવામાં આવી હતી.

200 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ માટે લઈ જવાયા

200 લોકોને અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ માટે લઈ જવાયા

નિઝામુદ્દીન સ્થિત તબ્લીગી જમાતના મરકજથી દસથી વધુ દેશોના નાગરિકો સહિત 200 લોકોને અહીંની અલગ અલગ હોસ્પિટલોમાં તપાસ માટે લઈ જવામાં આવ્યા છે. જે લોકોને તપાસ માટે લઈ જવામાં આવ્યા છે તેમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન, મલેશિયા, સઉદી અરબ, ઈંગ્લેન્ડ અને ચીનના નાગરિક શામેલ છે. મરકજ પરિસરમાં મેડીકલ ટીમ અને પોલિસ હાજર છે. 860 લોકોને ઈમારતથી હોસ્પિટલોમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, 300ને શિફ્ટ કરવાના બાકી છે.

આ પણ વાંચોઃ મુસ્લિમ મહિલાએ હજ માટે જમા કર્યા હતા પૈસા, સારુ કામ જોઈ RSS સાથે જોડાયેલી સંસ્થાને દાન કર્યાઆ પણ વાંચોઃ મુસ્લિમ મહિલાએ હજ માટે જમા કર્યા હતા પૈસા, સારુ કામ જોઈ RSS સાથે જોડાયેલી સંસ્થાને દાન કર્યા

English summary
nizamuddin Markaz responded after several posibally infected admitted to hospitals in delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X