For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ, રાહુલ નાર્વેકર વિરૂદ્ધ મહા વિકાસ અઘાડી

ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન મહાવિકાસ અઘાડી એસેમ્બલી સ્પીકર રાહુલ નાર્વેકરથી નાખુશ અને અસંતુષ્ટ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકિય ઉથલપાથલ શાંત થવાનું નામ નથી લઈ રહી. હવે ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. સામે આવી રહેલા સમાચાર અનુસાર વિપક્ષમાં રહેલા મહાવિકાસ અઘાડી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને હટાવવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ લઈને આવી છે.

Maharashtra Assembly

હજુ સત્તા પરિવતર્નનને મહિલાઓ જ થયા છે ત્યાં જ વિધાનસભા અધ્યક્ષને હટાવવા પ્રસ્તાવ લવાયો છે. આ અવિશ્વાસ પ્રસ્તાવ આવતા જ હવે અધ્યક્ષને હટાવવા કવાયત શરૂ થઈ ગઈ છે. એએનઆઈના રિપોર્ટ અનુસાર, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનું ગઠબંધન મહાવિકાસ અઘાડી એસેમ્બલી સ્પીકર રાહુલ નાર્વેકરથી નાખુશ અને અસંતુષ્ટ છે.

મળતા અહેવાલો અનુસાર, સ્પીકર રાહુલ નાર્વેકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ મહાવિકાસ અઘાડીના ધારાસભ્યો દ્વારા લાવવામાં આવ્યો છે અને આરોપ લગાવ્યો છે કે સ્પીકર વિપક્ષી સભ્યોને ગૃહમાં બોલવાની મંજૂરી આપતા નથી.

આ સિવાય મહાવિકાસ અઘાડીનો દાવો છે કે, ઠરાવમાં 39 ધારાસભ્યોની સહી છે. ધારાસભ્યો સુનિલ કેદાર, સુનીલ પ્રભુ, સુરેશ વરપુડકર અને અનિલ પાટીલ દ્વારા આ સંબંધમાં એક પત્ર વિધાન સચિવ રાજેન્દ્ર ભાગવતને પણ સોંપવામાં આવ્યો હતો.

English summary
No-confidence motion against Speaker of Maharashtra Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X