For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવિશ્વાસ પ્રસ્તાવઃ એ 3 પક્ષ, જેણે સંસદમાં બદલી દીધા બહુમતના આંકડા

શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતા જ બીજુ જનતા દળે સાંસદોએ વોકઆઉટ કરી દીધુ.

|
Google Oneindia Gujarati News

શુક્રવારે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થતા જ બીજુ જનતા દળે સાંસદોએ વોકઆઉટ કરી દીધુ. જો કે બીજેડીએ કોઈને સમર્થનનુ એલાન કર્યુ નહોતુ. વળી, ભાજપને ઝટકો ત્યારે લાગ્યો જ્યારે શિવસેનાએ સંસદમાં આવવાનો ઈનકાર કરીને મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લીધો. સંખ્યાના હિસાબે હાલમાં બીજેડીના 19 અને શિવસેનાના 18 સાંસદોએ સંસદથી અંતર કરી લીધુ હતુ.

બીજુ જનતા દળનો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક

બીજુ જનતા દળનો નિર્ણય ભાજપ માટે ફાયદાકારક

પક્ષના સાંસદ પિનકી મિશ્રા ભાષણ આપવા માટે તૈયાર હતા. પરંતુ સંસદમાં ચર્ચાના થોડા કલાક પહેલા બીજુ જનતા દળ પ્રમુખ નવીન પટનાયકે દિલ્હીમાં પોતાના સાંસદોને બોલાવ્યા અને તેમને અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાથી દૂર રહેવાનો નિર્દેશ આપ્યો. બીજેડી સૂત્રો અનુસાર, નવીન પટનાયકે કહ્યુ કે એનડીએ અને યુપીએ બંનેએ ઓડિશાની મદદ કરી નથી. બીજી તરફ બીજેડીના આ પગલુ નવીન પટનાયકની રાજકીય શૈલીનું ઉદાહરણ કહી શકાય છે. સંસદમાં વોકઆઉટને એ રીતે પણ જોવામાં આવી રહ્યુ છે કે જ્યારે ઉપસભાપતિમાં ચૂંટણી થશે. આના અત્યારે એ ન કહી શકાય કે વિપક્ષના ઉમેદવાર પર બીજેડી સંમત થશે. કુલ મળીને બીજેડીનો આ નિર્ણય વિપક્ષ માટે ઝટકો જરૂર હતો.

એઆઈએડીએમકેનો મળ્યો સાથ

એઆઈએડીએમકેનો મળ્યો સાથ

બીજેડીના બહાર જતા જ બીજેપીએ પોતાની જીત મોટા અંતરે થવાની નક્કી માની લીધી. જ્યારે અન્ય દળો એઆઈએડીએમકે અને ટીઆરએસે પોતાના નિર્ણયથી કંઈક અંશે ચોંકાવી દીધા. એઆઈએડીએમકેના 37 સાંસદોએ મોદી સરકારના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય કર્યો. એઆઈએડીએમકે સાંસદ પોન્નુસામી વેણુગોપાલે કહ્યુ કે કેન્દ્રએ તમિલનાડુની મદદ નથી કરી પરંતુ તેમછતાં કાવેરી બોર્ડે (સીએમબી) ની સ્થાપના માટે કેન્દ્રનો આભાર પ્રગટ કર્યો. એઆઈએડીએમકેનું કહેવુ હતુ કે આંધ્રપ્રદેશના હિત સાથે જોડાયેલા મુદ્દા અંગે ટીડીપી અવિશ્વાસ લઈને આવી છે. કાવેરી મામલે સહયોગ ન મળવાથી પણ એઆઈએડીએમકે વિપક્ષથી નારાજ હતી.

મતદાનથી દૂર રહી ટીઆરએસ

મતદાનથી દૂર રહી ટીઆરએસ

આ તરફ ટીઆરએસના વિનોદ કુમાર બોયાનાપલ્લીએ તેલુગુદેશન પક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને ઝટકો આપ્યો. ટીડીપી ઈચ્છતી હતી કે આંધ્રને વિશેષ દરજ્જો આપવામાં આવે. ટીઆરએસ કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વ્યવસ્થાનો વિરોધ કરી રહી છે. આ અંગે ટીઆરએસે કેન્દ્ર સરકાર સાથે મતભેદો છતાં મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો.

English summary
No-confidence motion: bjd aiadmk trs helped govt in floor test
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X