For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે બંધ કર્યુ 2000 રૂપિયાની નોટનુ છાપકામ? લોકસભામાં અનુરાગ ઠાકુરે આપ્યો જવાબ

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં કહ્યુ કે સરકારે 2000 રૂપિયાની નોટોનુ પ્રચલન પાછુ લેવાનો કોઈ નિર્ણય લીધો નથી

|
Google Oneindia Gujarati News

કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં કહ્યુ કે સરકારે 2000 રૂપિયાની નોટોનુ પ્રચલન પાછુ લેવાનો કોઈ નિર્ણય લીધો નથી અને રાજ્યની માલિકીવાળી એસબીઆઈ અને ઈન્ડિયન બેંક 500 અને 200 રૂપિયાની નોટ માટે એટીએમ ફરીથી તૈયાર કરી રહ્યા છે. નાણા રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે લોકસભામાં એક સવાલના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. નાણાં રાજ્યમંત્રીએ જણાવ્યુ કે સરકારનો 2000 રૂપયિયાની બેંકનોટના પ્રચલનને પાછુ લેવાનો કોઈ પ્રસ્તાવ નથી.

anurag thakur

તેમણે કહ્યુ કે મોટાભાગની 500 રૂપિયા અને 200 રૂપિયાના મૂલ્ય વર્ગની બેંકનોટ પ્રચલનમાં છે. આને ધ્યાનમાં રાખીને ભારતીય સ્ટેટ બેંકે પોતાના સ્થાનિક મુખ્યાલયનોને ઉક્ત મૂલ્ય વર્ગની કરન્સી નોટો અનુસાર સ્વચાલિત ટેલર મશીનો (એટીએમ)ને પુનઃ નવુ સ્વરૂપ આપવા માટે સૂચના જારી કરી છે. વળી, હજુ પણ ઘણા એટીએમમાં 2000 રૂપિયાની કરન્સી નોટ વિતરિત થઈ રહી છે. આ જવાબ મુજબ, હજુ સુધી 7.4 લાખ કરોડ રૂપિયાની કિંમત સુધી 2000 રૂપિયાની નોટોનુ છાપકામ કરવામાં આવ્યુ છે.

આ આંકડો 5 માર્ચ 2020 સુધીનો છે. 2000 કરોડ રૂપિયાની ફેસવેલ્યુવાળા 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાં છે. વળી, 0.93 લાખ કરોડ રૂપિયાની ફેસવેલ્યુવાળા 2000 રૂપિયાની નોટ કરન્સી ચેટ્સમાં છે. ઠાકુરે જણાવ્યુ કે બજારમાં 500 અને 200 રૂપિયાની નોટોને વધુ સર્ક્યુલેશન અને ગ્રાહકોને 2000 રૂપિયાની નોટો માટે થતી સમસ્યાને જોતા બેંકોએ પોતાના એટીએમમાં ફેરફાર કરીવાનો નિર્ણય કર્યો છે. આ બેંકોમાં ભારતીય સ્ટેટ બેંક અને ઈન્ડિયન બેંક છે. આ બેંકોએ પોતાના એટીએમમાં 500 અને 200 રૂપિયાની નોટોન સંખ્યાને વધારી છે.

આ પણ વાંચો- ગુજરાતઃ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓની નવી તારીખો જાહેરઆ પણ વાંચો- ગુજરાતઃ ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષાઓની નવી તારીખો જાહેર

English summary
No decision to discontinue printing of Rs 2,000 banknotes: Anurag Thakur.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X