મથુરાના આ મંદિરમાં હવે જેવા તેવા કપડા સાથે એન્ટ્રી નહીં, લાગુ કરાયો આ ડ્રેસ કોડ
છેલ્લા ઘણા સમયથી વિવિધ મંદિરોમાં લોકોને મર્યાદામાં કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ માટે કહેવામાં આવે છે. હવે આ ક્રમમાં મથુરાના રાધા દામોદર મંદિરમાં પણ ચોક્કસ ડ્રેસ કોડ લાગુ કરાયો છે.
મથુરા વૃંદાવન લાખો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે ત્યારે આ દિવસોમાં અહીં એક પોસ્ટર ચર્ચાનો વિષય બન્યુ છે. આ પોસ્ટરમાં મંદિર અંદર ફેશનેબલ કપડાં એટલે કે ટુંકા કપડા પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

મથુરાના વૃંદાવનમાં રાધા દામોદર મંદિરમાં અભદ્ર કપડાં પહેરીને આવતા લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વૃંદાવનના પ્રસિદ્ધ સપ્ત દેવાલયોમાંથી એક શ્રીરાધા દામોદર મંદિરના મેનેજર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પોસ્ટર લગાવીને ભક્તોને આ વાતની જાણ કરવામાં આવી છે.
આ પોસ્ટરમાં લોકોને જણાવાયુ છે કે, મંદિરમાં સાધારણ કપડાં પહેરીને આવો. પોસ્ટરથી સંચાલકોએ ભક્તોને શિસ્તબદ્ધ વસ્ત્રો પહેરીને મંદિરમાં દર્શન કરવા અપીલ કરી છે. મંદિરે લોકોને સનાતન પરંપરા યાદ અપાવવાનો પ્રયાસ કર્યો છે.
મંદિર દ્વારા જારી કરાયેલા પોસ્ટરમાં બે તસવીરો બનાવવામાં આવી છે. આમાં એક પુરુષ શોર્ટ્સમાં જોવા મળે છે અને એક મહિલાએ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે. આ કિસ્સામાં બંને ફોટા લાલ રંગમાં ક્રોસ કરવામાં આવ્યા છે. ફોટો દ્વારા મંદિરને પ્રતીકાત્મક રીતે કહેવામાં આવ્યું છે કે આવા કપડા પહેરીને મંદિરમાં પ્રવેશ નહીં મળે.
બીજી તરફ મંદિર પ્રબંધન દ્વારા એક ડ્રેસ કોડ જારી કરાયો છે. આમાં સનાતન સંસ્કૃતિ અનુસાર, કુર્તા-પાયજામા, સાડી, સલવાર કમીઝ, લહેંગા ચોલી અને સાદા કપડા પહેરીને રાધા દામોદર મંદિરમાં દર્શન માટે પ્રવેશ કરી શકાશે.
મંદિરના દરવાજા પણ એક બોર્ડ દ્વારા પુરૂષો અને મહિલાઓને કપડા વિશે અપીલ કરવામાં આવી છે. મંદિરમાં સેવા કરતા દામોદરચંદ્ર ગોસ્વામીએ જણાવ્યું કે, સનાતન પરંપરાની સંસ્કૃતિ ઘણી જૂની છે. પશ્ચિમી સંસ્કૃતિના વસ્ત્રો આપણા સનાતન ધર્મ પર હાવી થઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
