For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત-પાકના સંબંધોમાં ખટાશ, અટારી-વાઘા બોર્ડર પર ન આપી એકબીજાને મિઠાઈ

14 ઓગસ્ટના રોજ જ્યારે પાકિસ્તાને પોતાની આઝાદીની ઉજવણી કરી તો પાક અધિકારીએ અટારી-વાઘા બોર્ડર પર તૈનાત ભારતીય સેનાને મિઠાઈ વહેંચી નહિ.

|
Google Oneindia Gujarati News

ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ખટાશ આવી રહી છે. ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન અકળાયેલુ છે. 14 ઓગસ્ટના રોજ જ્યારે પાકિસ્તાને પોતાની આઝાદીની ઉજવણી કરી તો પાક અધિકારીએ અટારી-વાઘા બોર્ડર પર તૈનાત ભારતીય સેનાને મિઠાઈ વહેંચી નહિ. કલમ 370 હટાવવાના વિરોધમાં પાકિસ્તાને આ વખતે ભારતીય સેનાને મિઠાઈ આપી નથી.

Attari-Wagah Border

ભારત-પાકિસ્તાનને વિભાજિત કરતી અટારી-વાઘા સીમામાં સોમવારે બકરી ઈદના પવિત્ર તહેવારે પણ સીમા સુરક્ષા બળે આ વખતે મિઠાઈ આપવામાં આવી નહોતી. બીએસએફ અધિકારી પાકિસ્તાન રેંજરના અધિકારીઓના આમંત્રણની રાહ જોતા રહ્યા પરંતુ પાકિસ્તાન તરફથી આના પર કોઈ સંદેશ આવ્યો નહિ.

તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યા બાદ કાશ્મીરના રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર બાદ બીએસએફે 15 ઓગસ્ના રોજ પાકિસ્તાન રેંજર સાથે મિઠાઈનું આદાન-પ્રદાન કર્યુ નહોતુ. ત્યારબાદ જૂન 2018માં પણ રમઝાન દરમિયાન સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન થવા પર બંને દેશો વચ્ચે મિઠાઈનું આદાન-પ્રદાન થયુ નહોતુ. હવે કલમ 370 હટાવાયા બાદ એક વાર ફરીથી ભારત-પાકિસ્તાન વચ્ચે મિઠાઈ એક્સચેન્જ કરવામાં આવી નથી.

આ પણ વાંચોઃ જાણો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીરચક્રનુ મહત્વ, ક્યારે આનાથી સમ્માનિત થાય છે સૈનિક આ પણ વાંચોઃ જાણો પરમવીર ચક્ર, મહાવીર ચક્ર અને વીરચક્રનુ મહત્વ, ક્યારે આનાથી સમ્માનિત થાય છે સૈનિક

English summary
No exchange of sweets between BSF, Pakistan Rangers at Attari-Wagah Border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X