Karnataka Election : કિચ્ચા સુદીપ BJP માં જોડાતા કોંગ્રેસના પ્રહાર
કર્ણાટકની ચૂંટણીમાં હવે ફિલ્મી સ્ટારની એન્ટ્રી થઈ છે. હાલમાં જ કન્નડ સુપર સ્ટાર કિચ્ચા સુદીપ બીજેપીમાં જોડાયા છે. હવે આ મુદ્દે કોંગ્રેસે બીજેપી પર પ્રહાર કર્યા છે. કિચ્ચા સુદીપ બીજેપીમાં જોડાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાએ તીખા પ્રહાર કર્યા છે.

કિચ્ચા સુદીપ મુદ્દે રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, ફિલ્મ સ્ટાર્સ સંપૂર્ણપણે આઝાજ છે, તે જેને ઈચ્છે તેને સપોર્ટ કરી શકે છે. પછી ક્યારેક આ પ્રમોશન IT અને ED અથવા અન્ય કોઈ માટે હોઈ શકે છે. કર્ણાટકમાં ભાજપનું ખોખલાપણું સ્પષ્ટ છે. હવે જ્યારે કોઈ મુખ્યમંત્રી બોમ્માઈ અને ભાજપના નેતાઓને સાંભળવા માંગતું નથી ત્યારે ભીડ ભેગી કરવા ફિલ્મ સ્ટાર્સ પર આધાર રાખવો પડે છે. કર્ણાટકનું ભવિષ્ય લોકો નક્કી કરશે, ફિલ્મ સ્ટાર્સ નહીં.
બીજી તરફ કિચ્ચા સુદીપે જાહેરાત કરી છે કે તે રાજ્યમાં બીજેપી માટે પ્રચાર કરશે પરંતુ ચૂંટણી નહીં લડે. કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ સાથે મીડિયાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, હું બસવરાજ બોમ્માઈને મારું સમર્થન આપતો, ભલે કોઈપણ પક્ષમાં હોત.
નોંધનીય છે કે કર્ણાટકમાં 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની તમામ 224 બેઠકો પર 10 મેના રોજ જ ચૂંટણી યોજાશે, જ્યારે મતગણતરી 13 મેના રોજ થશે. અહીં તમને એ પણ જણાવી દઈએ કે, હાલમાં જ કિચ્ચા સુદીપે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર સાથે મુલાકાત કરી હતી. આ વખતે સમાચાર આવ્યા હતા કે તે કોંગ્રેસ જોઈન કરી શકે છે. જો કે તે પછી બન્નેએ અંગત મુલાકાત હોવાનું જણાવ્યુ હતું.












Click it and Unblock the Notifications
