For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

30 દિવસમાં આપ સરકાર પાસેથી 'આમ આદમી'ને શું મળ્યું?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 જાન્યુઆરી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીનું રાજકારણ હવે તેમના માથે જ ભારે પડવા લાગ્યું છે. પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવેલા ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીએ પાર્ટીની પોલ ખોલી દિધી છે. વિનોદ કુમાર બિન્નીના નિશાના પર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. અરવિંદ કેજરીવાલ વિનોદ કુમાર બિન્નીના અનશન મુદ્દે ભલે બેદરકાર જોવા મળી રહ્યાં હોય પરંતુ તેમના માથે ચિંતાઓ વધી ગઇ છે. બાગી ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીના અનશન પર અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જે થશે તે જોઇ લઇશું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બિન્નીના આરોપોને નકારી કાઢતાં તેમને બચાવવાનું રાજકારણ કરતી નથી.

પોતાની સરકારની પ્રશંસા કરતાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે એક મહિનામાં સરકારે જેટલું કામ કર્યું છે એટલું કામ કોઇ ન કરી શકે. વિનોદ કુમાર બિન્નીના પ્રશ્નના જવાબ પર અરવિંદ કેજરીવાલની દિલ્હીમાં એક મહિનામં તેમની સરકારે દિલ્હીમાં જેટલું કામ કર્યું છે એટલું કામ કોઇ બીજી સરકારે અત્યાર સુધી કર્યું નથી. પોતાના રિપોર્ટ કાર્ડમાં અરવિંદ કેજરીવાલે પોતાને ફસ્ટ ડિવીઝનથી પાસ ગણાવ્યા અને કહ્યું હતું કે તેમની સરકારને રાજકારણ રમતાં આવડતું નથી.

aap-kejriwal-new

જો કે પાર્ટીમાંથી સસ્પેંડે કર્યા બાદ વિનોદ કુમાર બિન્નીએ અરવિંદ કેજરીવાલ સરકાર પર હુમલો કરતાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર જનતાને ગેરમાર્ગે દોરી રહી છે. બિન્નીએ અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે આપની સરકાર પોતાના વાયદાઓથી બચવા માંગે છે. અરવિંદ કેજરીવાલ પર આક્રમક વલણ અપનાવતાં બિન્નીએ કહ્યું હતું કે તે સરકાર તોડી પાડવા માંગે છે જેથી પોતાના વાયદાઓથી બચી શકે.

English summary
Delhi chief minister Arvind Kejriwal said that they did not need to play politics to save the government, and that none of the governments have done as much work as their government has done in one month.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X