For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચુક નથી થઈ-કર્ણાટક પોલીસ

આજે પીએમ મોદી હુબલીમાં રાષ્ટ્રિય યુવા ફેસ્ટિવલ પહેલા એક રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પીએમ મોદીને હાર પહેરાવવા કાર સુધી આવી ગયો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

હુબલી : કર્ણાટકના હુબલીમાં રાષ્ટ્રિય યુવા ફેસ્ટિવલ દરમિયાન પીએમ મોદીની સુરક્ષામાં ચુક થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. હવે આ મુદ્દે કર્ણાટક પોલીસે જણાવ્યુ છે કે સુરક્ષામાં કોઈપણ પ્રકારની ચુક થઈ નથી. આજે પીએમ મોદી હુબલીમાં રાષ્ટ્રિય યુવા ફેસ્ટિવલ પહેલા એક રોડ શો કરી રહ્યા હતા. આ દરમિયાન એક યુવક પીએમ મોદીને હાર પહેરાવવા કાર સુધી આવી ગયો હતો.

Karnataka Police

આ મુદ્દે એએનઆઈએ હુબલી-ધારવાડના ડીસીપી ક્રાઈમ ગોપાલ વ્યાકોડના હવાલાથી દાવો કર્યો કે, વડાપ્રધાનની સુરક્ષાનો કોઈ ભંગ થયો નથી. રોડ શો દરમિયાન એક વ્યક્તિએ પીએમ મોદીને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરક્ષાકર્મીઓએ તેને દૂરથી જ પકડી લીધો હતો. આ વ્યક્તિ વિશે વધુ માહિતી એકઠી કરાઈ રહી છે.

વિગતો અનુસાર, લોકો વચ્ચેથી આ યુવક વચ્ચે આવ્યો હતો. તેમણે પીએમ મોદીને હાર પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો. SPG દ્વારા ઘેરામાં ઉભેલા તમામ લોકોની તપાસ કરાી હતી. આ કોઈ સુરક્ષામાં ચુક નથી.

અહીં તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદીના રોડ શો દરમિયાન એક યુવક અચાનક કારની નજીક દોડી આવ્યો હતો. યુવકે હાથમાં હાર લઈને પીએમ મોદીને હાર પહેરાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જો કે, સુરક્ષાકર્મીઓની નજર તેના પર પડતાં જ તેને તરત જ દૂર ખેંચી લીધો હતો.

English summary
No mistake has been made in the security of PM Modi-Karnataka Police
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X