ગોવામાં હવે દરિયા કિનારે દારૂ પીવા પર પ્રતિબંધ
ગોવા હંમેશા યુવાનો માટે લોકપ્રિય રહ્યું છે. તેનું મોટું કારણ અહીંના સુંદર બીચો, દરિયાની લહેરો અને બીચ કિનારેની સુંદરતા છે. દુનિયાભરથી પર્યટકો અહીં ફરવા માટે આવે છે. ગોવામાં સસ્તો દારૂ લોકો માટે આકર્ષણનું કેન્દ્રં રહ્યું છે. અહીં બીચ કિનારે બનેલા બધા જ રેસ્ટોરન્ટ અને ક્લબ પર્યટકોને દારૂ વેચે છે. પરંતુ હવે ગોવા સરકાર દરિયા કિનારે દારૂ પીવા પર પ્રતિબંધ લગાવવા જઈ રહી છે. સરકારના નવા આદેશ અનુસાર દરિયા કિનારે દારૂ પીવા પર પ્રતિબંધ છે અને જો કોઈ આવું કરશે તો તેમને દંડ ભરવો પડશે અને જેલની હવા પણ ખાવી પડી શકે છે.
ખરેખર દારૂ પીને હંગામો કરતા લોકોને કારણે થતી દુર્ઘટનાઓ રોકવા માટે ગોવા સરકારે આ નિર્ણય લીધો છે. જેને કારણે દરિયા કિનારે દારૂ પીવા પર પ્રતિબંધ છે અને જો કોઈ આવું કરશે તો તેમને ભારે દંડ ભરવો પડશે અને જો તેઓ દંડ નહિ આપે તો તેમને ત્રણ મહિના જેલની હવા પણ ખાવી પડી શકે છે. ગોવા સરકારે ખુલ્લામાં દારૂ પીવા અને ખાવાનું બનાવનાર લોકો પર 2000 રૂપિયાથી લઈને 10000 રૂપિયા સુધી દંડ ફટકારવાનો નિર્ણય કર્યો છે.
જાણો કેવી રીતે બીરા ભારતમાં સૌથી વધુ વેચાતી બિયર બની
રાજ્યના પર્યટન મંત્રી મનોહર અંજગાવકરે જણાવ્યું કે 29 જાન્યુઆરી દરમિયાન શરુ થઇ રહેલા ગોવા વિધાનસભા સત્રમાં પર્યટન વ્યાપાર અધિનિયમમાં સંશોધન કરવામાં આવશે. તેમને જણાવ્યું કે ખુલ્લામાં દારૂ પીનાર પર 10000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકાય છે. જો કોઈ આવું કરતા જોવા મળશે તો તેમને ત્રણ મહિના સુધીની જેલની સજા પણ થઇ શકે શકે છે.
દારૂથી જોડાયેલા કેટલાક અસત્યો જેના બધા માને છે સત્ય