For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કેવી રીતે બીરા ભારતમાં સૌથી વધુ વેચાતી બિયર બની

બીરા 91ના સ્થાપક અંકુર જૈન 2007માં ન્યૂયોર્કમાં આરોગ્ય સેવા શરૂ કરીને ભારત પરત ફર્યા. અને ભારતમાં આલ્કોહોલના ધંધામાં પગ જમાવવા માટે તેમણે આયાત કરાતી બિયર વેચવાથી શરૂઆત કરી.

|
Google Oneindia Gujarati News

બીરા 91ના સ્થાપક અંકુર જૈન 2007માં ન્યૂયોર્કમાં આરોગ્ય સેવા શરૂ કરીને ભારત પરત ફર્યા. અને ભારતમાં આલ્કોહોલના ધંધામાં પગ જમાવવા માટે તેમણે આયાત કરાતી બિયર વેચવાથી શરૂઆત કરી. તેમના માટે આ આખો બિઝનેસ નવો હતો. પરંતુ અંકુર જૈનના કહેવા મુજબ 2014માં તેમને લાગ્યું કે દેશના શહેરી યુવાનો માટે સ્વાદ, ચટાકો અને ગુણવત્તાને ધ્યાનમાં રાખી એક નવી બ્રાંડ શરૂ કરવી જોઈએ.

બીરા 91ની કહાની

બીરા 91ની કહાની

આલ્કોહોલના માર્કેટમાં કિંગફિશર સ્ટ્રોંગ અને હેયડ્ડ્સનો એકાધિકાર છે, પરંતુ હાજારો લોકો અલગ પ્રકારની બિયર પીવા ઈચ્છતા હતા. અને આ સ્વાદ શોખીનોને મળ્યો બીરામાં. ભારતમાં આયાતથી અનેક બિયરના વિકલ્પમાં 2015માં બીરા લોન્ચ થઈ.

પછી થયો શુભારંભ

પછી થયો શુભારંભ

બીરા 91 ખૂબ જ ઓછા સમયમાં શહેરી લોકોમાં લોકપ્રિય બની ચૂકી છે. 2015માં બીરા 91ના 1,50,000 કેન્સ વેચાયા હતા, તો 2016માં તેનું વેચાણ 7 લાખ કેન્સને પાર થયું. દારૂની તુલનામાં બિયર મોંઘી છે કારણ કે ભારતમાં તમામ આલ્કોહોલ પ્રોડક્ટ્સ પર ટેક્સ ઘણઓ વધારે છે. બીરાની 330 મિલીમીટરની બોટલની કિંમત છે 90 રૂપિયા.

દૂધ કરતા પણ વધુ આરોગ્યપ્રદ

દૂધ કરતા પણ વધુ આરોગ્યપ્રદ

કેટલાક સમય પહેલા જ બીરા 91ને ઈન્ડિયન માર્કેટમાં પોતાની સૌથી ઓછી કેલરી ધરાવતી બિયર (330 મિલીમીટરમાં 90 કેલરી) લોન્ચ કરી છે. અંકુર જૈનના જણાવ્યા અનુસાર બીરા 91 લાઈટ બારમાં વેચાતી કોઈ પણ બિયર કરતા ઓછી કેલરીવાળી બિયર છે. તેમાં એક ગ્લાસ શેમ્પેઈન, બ્રીઝર્સ, વાઈન કે કોકટેલ કરતા પણ ઓછી કેલરી છે. એટલું જ નહીં તેમાં એક એક ગ્લાસ દૂધ કે મોસંબીના રસ કરતા પણ ઓછી કેલરી છે.

લાઈટ વર્સીસ સ્ટ્રોંગ

લાઈટ વર્સીસ સ્ટ્રોંગ

બીજી તરફ બીરા 91 સ્ટ્રોંગ ‘ઉંચી ગુણવત્તાના ઘઉંમાંથી બનતી બિયર' છે. આ બિયર ઘઉંમાંથી બનાવવામાં આવે છે, એટલે જ તેનો સ્વાદ પણ ઘણો અલગ છે. આ બિયર પીતા સમયે કડવી ઓછી લાગે છે અને મધનો સ્વાદ વધુ આવે છે. ગ્રાહકોને બિયરનો એક અલગ સ્વાદ મળી શકે તે માટે ખાસ બીરા લોન્ચ કરાઈ હતી.

વેચાણ વધારવું

વેચાણ વધારવું

બીરા 91 આ વર્ષે પોતાનું વેચાણ 150 કરોડ સુધી લઈ જવા ઈચ્છી રહી છે. તેના માટે બીરા 91 પ્રાઈવેટ ઈક્વિટી પ્રમુખ ટીપીજી ગ્રોથ સાથે મળીને 25 મિલિયન ડૉલર (160 કરોડ રૂપિયા) ફંડ રેઝ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ બીરાનું 91નું ત્રીજું વર્ષ છે. બી9 બેવરેજિસ નામથી શરૂ થયેલી આ બે વર્ષ જૂની કંપનીએ અત્યાર સુધીમાં સ્ક્યોઆ કેપિટલ અને સેટ ઓફ એન્જલ્સ દ્વારા 22 કરોડ ડૉલરની મૂડી એક્ઠી કરી છે.

બિયર બજારમાં હાજરી

બિયર બજારમાં હાજરી

બીરા 91માં '91' એ ભારતનો આંતરરાષ્ટ્રીય કોડ છે. બીરા 91 હાલ દેશના 15 શહેરોમાં મળી શકે છે. આગામી મહિનાઓમાં બીરા 91 વધુ 8 શહેરોમાં પણ મળી શક્શે.

વધુ એક સારા સમચાર

વધુ એક સારા સમચાર

ગત વર્ષ સુધી માત્ર બેલ્જિયમમાં જ બીરાનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે કંપનીના માલિક અંકુર જૈને ઈન્દોરમાં પણ તેનું ઉત્પાદન શરૂ કર્યું છે. તો તેઓ નાગપુરમાં ફેક્ટરી શરૂ કરવા ઈચ્છી રહ્યા છે. અંકુર જૈનની માફક જ કંપનીના અનેક કર્મચારીઓને પણ આ વ્યવસાયનો બિલકુલ અનુભવ નહોતો, પરંતુ તેમનું માનવું છે કે નવી કંપનીઓ હાલની આલ્કોહોલ કંપનીનોને મજબૂત હરિફાઈ આપી શકે છે .

નોંધ

નોંધ

આ લેખમાં કોઈ પણ પ્રકારના આલ્કોહોલને કે નશાને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય નથી, આ લેખ સંપ્રૂણ રીતે એક કંપનીના સ્ટાર્ટઅપની સફળતાની વાત છે અને તેની સાથે જોડાયેલા લોકો વિશે છે.

English summary
How Bira became India's favourite beer in just two years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X