ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ

ગુજરાતના કચ્છમાં આવેલા ટુના-ટેકરા પોર્ટની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹472 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ મહત્વકાંક્ષી રોડ ઓવર બ્રિજ (ROB) અને નવા રસ્તાઓના નિર્માણ કાર્ય માટે લીલી ઝંડી આપી દીધી છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ખાડી પર બ્રિજ અને વાયડકટ સહિતના અત્યાધુનિક સિવિલ કામો હાથ ધરવામાં આવશે, જેની સાથે 10 વર્ષના મેન્ટેનન્સનો પણ કરાર કરવામાં આવ્યો છે. આ લાંબા ગાળાના આયોજનનો મુખ્ય હેતુ બંદરની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવી રાખવાનો રાખવામાં આવ્યો છે.

નવો રોડ ઓવર બ્રિજ ટુના-ટેકરા ખાતે બની રહેલા મેગા કન્ટેનર ટર્મિનલ અને મલ્ટિપર્પઝ કાર્ગો બર્થ માટે લાઈફલાઈન સમાન સાબિત થશે. તેનાથી માલસામાનની હેરફેરનો સમય ઘટશે અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે સપ્લાય ચેઈનને વધુ ઝડપી બનાવવામાં મોટી સફળતા મળી રહેશે.

હાલમાં આ કન્ટેનર ટર્મિનલનું 45% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બ્રિજનું નિર્માણ પણ આ ટર્મિનલના લોન્ચિંગ સાથે જ પૂરું કરવામાં આવશે. આ સુવિધાથી બંદરે આવતા ભારે ટ્રાફિકનું સંચાલન સરળ બનશે અને રેલ-રોડ વચ્ચે નડતા તમામ અવરોધો કાયમી ધોરણે દૂર થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X