Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Shah Rukh Khanની ટીમમાં થશે DHONIના ધુરંધરની એન્ટ્રી? IPL 2026 પહેલા KKRને મળી મોટી ખુશખબરી!

IPL 2026, KKR News: આઈપીએલ 2026નું રણશિંગું ફૂંકાવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. પરંતુ બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીમના મુખ્ય ફાસ્ટ બોલર અને ગત સીઝનના સ્ટાર પર્ફોર્મર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાના કારણે સમગ્ર સીઝનમાંથી બહાર થઈ ગયા છે. રવિવારે બીસીસીઆઈ નમન એવોર્ડ્સ 2026માં હર્ષિતને 'બેસ્ટ ઈન્ટરનેશનલ ડેબ્યુટન્ટ' તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં તે લાકડીના સહારે ચાલતો જોવા મળ્યો હતો, જેના પરથી તેની ઈજા કેટલી ગંભીર છે તેનો અંદાજ લગાવી શકાય છે.

IPL 2026

T20 વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી ઈજા

હર્ષિત રાણાને આ વર્ષે T20 વર્લ્ડ કપ દરમિયાન દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચમાં ઘૂંટણમાં ઈજા થઈ હતી. KKRએ તેને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો, પરંતુ હવે તેની ગેરહાજરી ટીમના બોલિંગ આક્રમણ માટે મોટું નુકસાન સાબિત થશે. હર્ષિત રાણાની જગ્યા ભરવા માટે KKR મેનેજમેન્ટે ત્રણ ફાસ્ટ બોલરોને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમાંથી બે એમએસ ધોનીની કપ્તાનીવાળી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો ભાગ રહી ચૂક્યા છે.

શું ધોનીના ધુરંધરોની થશે KKRમાં એન્ટ્રી?

  • સિમરજીત સિંહ: દિલ્હીના પેસર સિમરજીત સિંઘે વર્ષ 2022 અને 2024માં CSK માટે શાનદાર બોલિંગ કરી હતી. તે ગયા વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદનો ભાગ હતો અને અત્યાર સુધી 14 આઈપીએલ મેચોમાં 11 વિકેટ ઝડપી ચૂક્યો છે.
  • કેએમ આસિફ: કેરળના કેએમ આસિફ વર્ષ 2018 અને 2021માં CSK માટે રમી ચૂક્યો છે. તે KKRના ટ્રાયલ્સમાં પણ સામેલ થયો છે.

18 કરોડવાળા ખેલાડી અંગે પણ સસ્પેન્સ યથાવત

તમિલનાડુના અનુભવી ખેલાડી સંદીપ વોરિયર અગાઉ પણ વર્ષ 2019થી 2021 દરમિયાન KKRનો ભાગ રહી ચૂક્યા છે. ગત સીઝનમાં તે ગુજરાત ટાઇટન્સમાં હતો. KKRએ મિની ઓક્શનમાં શ્રીલંકાના મથિશા પથિરાનાને 18 કરોડ રૂપિયાની માતબર રકમમાં ખરીદ્યો હતો. જોકે, પથિરાના પણ T20 વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ હજુ સુધી તેને NOC આપી નથી.

ટીમના સૂત્રોના જણાવ્યા અનુસાર, પથિરાના માટે દરરોજ ટિકિટ બુક કરવામાં આવે છે અને કેન્સલ કરવામાં આવે છે, કારણ કે તેની ઉપલબ્ધતા અંગે હજુ પણ શંકા છે. પરંતુ રાહતની વાત એ છે કે ન્યૂઝીલેન્ડના ફિન એલન, ટિમ સીફર્ટ અને રચિન રવિન્દ્ર ગુરુવારે ટીમ સાથે જોડાઈ જશે. આ ત્રણેય ખેલાડીઓ T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ સુધી પહોંચ્યા હતા. બીજી તરફ, મુસ્તફિઝુર રહેમાનની જગ્યાએ ઝિમ્બાબ્વેનો બ્લેસિંગ મુઝરબાની પહેલા જ ટીમમાં સામેલ થઈ ચૂક્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X