NRP માટે કોઈ દસ્તાવેજ કે બાયોમેટ્રિક જાણકારીની જરૂરત નથીઃ ગૃહ મંત્રાલય

NRP માટે કોઈ દસ્તાવેજ કે બાયોમેટ્રિક જાણકારીની જરૂરત નથીઃ ગૃહ મંત્રાલય

નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા સંશોધન કાનૂન અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લઈ થઈ રહેલ વિરોધ પ્રદર્શનો વચ્ચે ગૃહ મંત્રાલયે જાણકારી આપી છે કે એનઆરપી અપડેટ માટે કોઈએ પણ કોઈ દસ્તાવેજ કે બાયોમેટ્રિક આપવાની જરૂરત નથી. પશ્ચિમ બંગાળમાં આવા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હતા, જેનાપર પ્રતિક્રિયા આપતા ગૃહ મંત્રાલય તરફથી જાણકારી આપવામાં આવી છે અને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે એનઆરપી માટે કોઈ દસ્તાવેજ કે બાયોમેટ્રિકની માંગ કરવામાં નહિ આવે.

amit shah

ઉપરાંત કહેવામાં આવ્યું કે એનઆરપી સંબંધિત વિવિધ સવાલો વાળા ફોર્મને જલદી જ અંતિમ રૂપ આપી દેવામાં આવશે. જ્યારે સાફ સાફ કહી દેવામાં આવ્યું છે કે આ ફોર્મ સાથે અથવા સવાલોમાં કોઈપણ કાગળ આપવા માટે કહેવામાં આવશે નહિ અને કોઈ પાસેથી બાયોમેટ્રિક જાણકારી પણ લેવામાં નહિ આવે.

ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા કાનૂન અને એનપીઆરને લઈ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. વિરોધને જોતા કેટલાય રાજ્યમાં ચાલુ થઈ ગયેલ એનપીઆ અપડેશનનું કામ રોકી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળ અને કેરળે એનપીઆરને અપડેટ કરવાનું કામ હાલપૂરતું રોકી દીધું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X