રાજ્ય બદલ્યા પછી પણ વાહન ટ્રાન્સફર નહીં કરવું પડે, જાણો નવા નિયમ!

કેન્દ્ર સરકારે દેશમાં વાહનોના સ્થાનાંતરણને સરળ બનાવવા માટે એક નવી પહેલ કરી છે. ભારત સરકારે નવા વાહનો માટે નવું નોંધણી માર્ક રજૂ કર્યું છે.

કેન્દ્ર સરકારે દેશમાં વાહનોના સ્થાનાંતરણને સરળ બનાવવા માટે એક નવી પહેલ કરી છે. ભારત સરકારે નવા વાહનો માટે નવું નોંધણી માર્ક રજૂ કર્યું છે. ભારત સિરીઝના નામે કરવામાં આવનાર આ રજીસ્ટ્રેશન રૂટમાં વાહનોનું ટ્રાન્સફર સરળતાથી થઈ જશે. ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલયે ભારત શ્રેણી અથવા વાહનોની BH શ્રેણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

vehicle

હવે BH શ્રેણીમાં નવા વાહનોનું રજીસ્ટ્રેશન થઈ શકશે. આ સુવિધા વૈકલ્પિક છે. જો વાહન ખરીદનાર વ્યક્તિ ઇચ્છે તો તે પોતાના વાહન માટે BH શ્રેણીનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આનો મહત્તમ લાભ તે લોકો અને કર્મચારીઓને થશે જે નોકરીના સંબંધમાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જતા આવતા રહે છે. હવે તેમને તેમના વાહનનું રજીસ્ટ્રેશન નવા રાજ્યમાં ફરી-ફરી ટ્રાન્સફર કરવાની જરૂર નહીં પડે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈ વ્યક્તિ પોતાનું વાહન એક રાજ્યથી બીજા રાજ્યમાં લઈ જાય છે, તો તેણે 1 વર્ષની અંદર પોતાનું વાહન ફરીથી નોંધાવવાનું રહે છે. લોકોની સુવિધા અનુસાર હવે 26 ઓગસ્ટના રોજ બહાર પાડવામાં આવેલા MoRTH ના નોટિફિકેશન મુજબ ભારત શ્રેણીમાં નવા વાહનની નોંધણી કરી શકાય છે.

જો ભારત શ્રેણીમાં કોઈ વાહનનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હોય તો વાહનના માલિકને નવું રજિસ્ટ્રેશન કરાવવું પડશે નહીં, પછી ભલે તેને બીજા રાજ્યમાં લઈ જવામાં આવે. હાલમાં સ્વૈચ્છિક ધોરણે ભારત શ્રેણીમાં તમારા વાહનની નોંધણી કરવાની સુવિધા સંરક્ષણ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર/રાજ્ય સરકારના કર્મચારીઓ, કેન્દ્રિય/રાજ્ય PSUs અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ અને સંસ્થાઓને આપવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની કંપનીઓ આનો લાભ લઈ શકે છે, જે 4 કે તેથી વધુ રાજ્યોમાં ઓફિસ ધરાવે છે.

જ્યારે વાહન માલિક એક રાજ્યથી બીજા રાજ્યમાં શિફ્ટ થાય છે, ત્યારે BH માર્ક ધરાવતા વાહનોને તે રાજ્યના નવા રજિસ્ટ્રેશન માર્કની જરૂર રહેશે નહીં. BH નોંધણીનું ફોર્મેટ YY BH 4144 XX YY રાખવામાં આવ્યું છે. એટલે કે પ્રથમ નોંધણી વર્ષમાં BH ભારત શ્રેણીનો કોડ 4-0000 થી 9999 (રેન્ડમાઇઝ્ડ) XX- આલ્ફાબેટ (AA થી ZZ) હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X