ભગવાન સાથે કોઈની તુલના ઠીક નથી-સલમાન ખુર્શીદ
ભગવાન રામ સાથે તુલનાનું સલમાન ખુર્શીદે ખંડન કર્યુ છે. સલમાન ખુર્શીદે કહ્યું કે, ભગવાન સાથે કોઈની સરખામણી ન થઈ શકે. જે ઈશ્વરના માર્ગે ચાલે છે તેમની હું કદર કરું છું.
નવી દિલ્હી : રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા દ્વારા દેશભરનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે સલમાન ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી દેતા મોટો વિવાદ ઉભો કર્યો છે.

સલમાન ખુર્શીદે કહ્યું કે, ભગવાન રામની ખડાઉ દૂર દૂર સુધી જાય છે. ક્યારેક જ્યારે રામજી પહોંચવામાં અસમર્થ હોય છે ત્યારે ભરત ખડાઉ સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. એ જ રીતે અમે યુપીમાં ખડાઉ ચલાવ્યું છે. હવે ખડાઉ યુપી પહોંચી ગઈ છે, રામજી પણ આવશે.
હવે ભગવાન રામ સાથે તુલનાનું સલમાન ખુર્શીદે ખંડન કર્યુ છે. સલમાન ખુર્શીદે કહ્યું કે, ભગવાન સાથે કોઈની સરખામણી ન થઈ શકે. જે ઈશ્વરના માર્ગે ચાલે છે તેમની હું કદર કરું છું. કોઈ સત્કર્મ માટે તપસ્યા કરે, કોઈના વર્તનમાં મર્યાદા પુરુષોત્તમ દેખાય તો શું આપણે તેની પ્રશંસા ન કરી શકીએ?
હવે બીજેપી પણ રાહુલ ગાંધીની શ્રીરામ સાથે તુલનાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધી રહી છે. આ મુદ્દે સલમાન ખુર્શીદે કહ્યું કે, બીજેપી પાસે કરવા માટે કંઈ નથી, તેની તે યાત્રા પર ટિપ્પણી કરતી રહે છે. 2 પગલા પણ ચાલતા તો ખબર પડતી કે ચાલવામાં કેટલી હિમ્મત જોઈએ છે. સલમાન ખુર્શીદે વધુમાં કહ્યું કે, ભારત જોડો યાત્રા લોનીથી પ્રવેશ કરશે અને બાગપત તરફ આગળ વધશે. ભાજપને કંઈ કરવા માટે નથી તેની યાત્રા પર ટિપ્પણીઓ કરતી રહે છે.












Click it and Unblock the Notifications
