CAA પર રાજનાથનું નિવેદન, કહ્યું- નાગરિકતા જવી તો દૂર, કોઈ અડી પણ નહિ શકે
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન રક્ષામંત્રી રાજનાથ સિંહે ફરી એકવાર નાગરિકતા સંશોધન એક્ટનું સમર્થન કરતા મુસલમાનોને એ વાતનો ભરોસો અપાવ્યો છે કે તેમને આ કાનૂનથી ડરવાની બિલકુલ જરૂર નથી. તેમણે કહ્યું કે વોટ આપવો કે ના આપવો તમારા હાથમાં છે પરંતુ સરકારની નીયત પર તમારે શક ના કરવો જોઈએ. રાજનાથ સિંહે કહ્યું કે અમારી પાર્ટી એવી જીત નથી ઈચ્છતી જે નફરતથી મળે.

નફરતથી મળેલી જીત સ્વીકાર્ય નથી
રાજનાથ સિંહે કહ્યું કે મુસલમાન ભાઈઓને કેટલીયવાર કહી ચૂક્યો છું કે વારંવાર આ વાત દોહરાવું છું કે તમે વોટ આપો કે ના આપો એ ફેસલો તમારે કરવાનો છે, પરંતુ અમારા ફેસલા અને નીયત પર પ્લીઝ શંકા ના કરો. તમારી નાગરિકતા છીનવવી તો દૂર તેને કોઈ અડી પણ નહિ શકે. અમે એવી જીત બિલકુલ નથી ઈચ્છતા જે નફરતથી મળી હોય. જો અમે જીતી ગયા તો પણ અમને એવી જીત સ્વીકાર્ય નહિ હોય. રાજનાથ સિંહે આ નિવેદન આદર્શનાથમાં આયોજિત ચૂંટણી રેલીમાં આપ્યું. તેમણે કહ્યું કે અમે નફરત દ્વારા દિલ્હીની સત્તામાં આવવા માંગતા નથી.

એનઆરસી પર નિવેદન
અગાઉ કર્ણાટકના બેંગ્લોરમાં રાજનાથ સિંહે કહ્યું, એનઆરસી પર હું કહેવા માંગું છું કે શું એકેય દેશને એ ખબર ના હોવી જોઈએ કે કેટલા સ્વદેશી નાગરિકો છે, અને કેટલા વિદેશી? એનઆરસી જો આવી પણ જાય છે તો તેમાં શું પરેશાની છે? રાજનાથ સિંહે કાશ્મીરથી અનુચ્છેદ 370 હટાવવાને લઈ પોતાની સરકારના વખાણ કર્યા. તેમણે કહ્યું કે લોકો પૂછે છે કે પાક અધિકૃત કાશ્મીરનું શું થશે? ભારતની સંસદે પહેલા જ એક પ્રસ્તાવ પાસ કરી દીધો છે કે આ ભારતનો ભાગ છે. હું પહેલા પણ કહી ચૂક્યો છું કે જમ્મુ અને કાશ્મીરનું કામ પૂરું થઈ ગયું છે. જો હવે પાકિસ્તાન સાથે વાત થશે તો તે માત્ર પીઓકે પર થશે.

મુસલમાનોને કોઈ સમસ્યા નહિ થાય
રાજનાથ સિંહ સતત સીએએ પર બોલી રહ્યા છે. અગાઉ 22 જાન્યુઆરીએ મેરઠમાં તેમણે કહ્યું હતું કે ભારતીય મુસલમાનોને કોઈ અડી પણ નહિ શકે. જો એનપીઆર અને એનઆરસી લાવવામાં આવે છે તો મુસલમાનોને તકલીફ થશે એ વાત તેમણે નકારી કાઢી. આ કાનૂનને હવે હિન્દૂ મુસલમાનો દ્રષ્ટિકોણથી જોવામા આવી રહ્યો છે. આપણા પ્રધાનમંત્રી ધર્મથી વધુ ન્યાયની વાત કરે છે.
1947માં સરગુજા મહારાજે કર્યો હતો ચિત્તાનો શિકાર, જાણો રસપ્રદ વાતો