For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના ફોટો અને વીડિયો બનાવવા પર રોક, વિવાદો વચ્ચે સરકારે જારી કર્યો આદેશ

કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ(સીપીડબ્લ્યુ)ના તેના નિર્માણ સ્થળો પર નો ફોટોગ્રાફી, નો વીડિયો રેકૉર્ડિંગનુ બોર્ડ લગાવી દીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ મોદી સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના સેન્ટ્રલ વિસ્ટા પર સતત ઉઠી રહેલા સવાલો વચ્ચે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ(સીપીડબ્લ્યુ)ના તેના નિર્માણ સ્થળો પર નો ફોટોગ્રાફી, નો વીડિયો રેકૉર્ડિંગનુ બોર્ડ લગાવી દીધુ છે. આ પરિયોજનાનુ નિર્માણ કાર્ય ઈન્ડિયા ગેટ પાસે ચાલી રહ્યુ છે. નિર્માણ સ્થળ પર જે સાઈન બોર્ડ લગાવ્યુ છે તેના પર સ્પષ્ટ લખ્યુ છે કે નો ફોટોગ્રાફી, નો વીડિયો રેકૉર્ડિંગ. વળી, એક અન્ય સાઈન બોર્ડ પર લખ્યુ છે કે આ સંપત્તિ સામાન્ય જનતા માટે નથી માટે મંજૂરી વિના અંદર પ્રવેશ કરવો નહિ.

Central Vista

આ પરિયોજનનાનુ નિર્માણ કરી રહેલ CPWDને જ્યારે આ સાઈન બોર્ડ વિશે પૂછવામાં આવ્યુ તો તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે કોરોના કાળમાં એક તરફ જ્યાં બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા ત્યાં સેન્ટ્રલ વિસ્ટાનુ કામ સતત ચાલુ રહ્યુ. એવામાં ઘણા વિપક્ષી દળોએ નિર્માણ સ્થળ પર કાર્ય કરી રહેલા લોકોના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરીને કેન્દ્ર સરકારને આડે હાથ લીધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આને પૈસાની બરબાદી ગણાવી.

ગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડુ ત્રાટકવાનુ જોખમ, આ દિવસે ટકરાશેગુજરાતમાં 'તૌકતે' વાવાઝોડુ ત્રાટકવાનુ જોખમ, આ દિવસે ટકરાશે

તમને જણાવી દઈએ કે આ પરિયોજના હેઠળ ઉપ રાષ્ટ્રપતિ ભવન, પ્રધાનમંત્રી આવાસ, નવા સંસદ ભવન, એક સામાન્ય કેન્દ્રીય સચિવાલયનુ નિર્માણ થવાનુ છે. ગયા સપ્તાહે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કોંગ્રેસ દ્વારા આ પરિયોજના પર સવાલ ઉઠાવવા પર કોંગ્રેસ પક્ષે તીખો હુમલો કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે જ્યારે યુપીએની સરકાર હતી તો કોંગ્રેસે ખુદ આ પરિયોજનાનુ સમર્થન કર્યુ હતુ.

English summary
No photography board by CPWD at Central Vista construction site
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X