For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજીનામા માટે કેજરીવાલે માંગી માફી, ચૂંટણીમાં જવાનો નિર્ણય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: આમ આદમી પાર્ટીએ જણાવ્યું કે દિલ્હીમાં હવે ફરીથી સરકાર બનાવવાનો કોઇ રસ્તો નથી, માટે પાર્ટી આની કોશીશ કરવાને બદલે ચૂંટણીમાં જશે. અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફ્રેન્સ કરીને દિલ્હીની જનતા પાસે માફી માંગી અને જણાવ્યું કે અમે રાજીનામુ આપીને મોટી ભૂલ કરી છે. કેજરીવાલે જણાવ્યું કે હવે દિલ્હીમાં સરકાર બનાવવી સંભવ નથી.

કેજરીવાલે જણાવ્યું કે છેલ્લા 5-6 મહીનામાં હું આખા દેશમાં ફરી રહ્યો હતો. હજી લોકસભા ચૂંટણીના પરિણામ આવવાથી એક એક વસ્તુ સામે આવી રહી છે કે લોકો કહે છે કે આપ ઇમાનદાર છો અને આપમાં હિમ્મત પણ છે, પરંતુ અમારા દ્વારા રાજીનામું આપવાથી લોકો અમારાથી ઘણા નારાજ છે. લોકો કહે છે કે આપે રાજીનામું શા માટે આપ્યું, આપે સરકાર ચલાવી નહીં, આપ ભાગી ગયા.

aap
અત્રે ઉલ્લેખનીય છે કે આ સિલસિલામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ ગઇકાલે ઉપરાજ્યપાલ નઝીબ જંગને પત્ર લખ્યો હતો. પત્રમાં આપના સંયોજક અરવિંદ કેજરીવાલે લખ્યું હતું કે આવનારા કેટલાંક દિવસોમાં આમ આદમી પાર્ટી દિલ્હીમાં સભાઓ કરીને જનતાને પૂછવા ઇચ્છે છે કે શું દિલ્હીમાં ફરીથી સરકાર બનાવવી જોઇએ. આના માટે આવનારા એક અઠવાડીયામાં દિલ્હી વિધાનસભા ભંગ નહીં કરવાની અપીલ કરવામાં આવી હતી.

પરંતુ આજે કેજરીવાલે જણાવ્યું કે જોકે સરકાર બનાવવાનો કોઇ વિકલ્પ જ નથી બચ્યો, એવામાં જનસભાઓ કરવાનો કોઇ અર્થ નથી રહેતો. એવામાં પાર્ટી ફરીથી ચૂંટણીની તૈયારી કરશે. પાર્ટી ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને પોતાના પાછલા નિર્ણય માટે માફી માગશે અને સ્પષ્ટ બહુમત આપવાની અપીલ કરશે.

જોકે કેજરીવાલે આ સવાલનો જવાબ આપ્યો નહીં કે આખરે તેઓ સરકાર બનાવવાના કયા વિકલ્પના વિશ્વાસને લઇને નજીબ ઝંગની પાસે સમય માંગવા માટે ગયા હતા. કેજરીવાલે આ સવાસને પણ ટાળી દિધો કે જો કોંગ્રેસ તેમની પાર્ટીને સમર્થન આપવાનું આશ્વાસન આપે છે તો શું તેઓ સરકાર બનાવવા પર વિચાર કરી શકે છે.

English summary
AAP leader Arvind Kejriwal on Wednesday demanded fresh elections be conducted in Delhi to elect new government. The party chief met senior party members at his residence here to discuss the party's future course of action on forming a government in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X