આરૂષિ હત્યાકંડમાં તલવાર દંપત્તિને રાહત નહીં

rajesh-and-nupoor-talwar
નવી દિલ્હી, 13 મે : આરૂષિ હત્યાકાંડ કેસમાં તલવાર દંપતિને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ જ રાહત નથી મળી. સુપ્રીમ કોર્ટે રાજેશ અને નુપૂર તલવારને કહ્યું કે, તેઓ વારંવાર કોર્ટનો સમય બગાડે નહીં અને હાઈકોર્ટમાં જાય. તલવાર દંપતિએ સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આપેલા ચુકાદાને પડકારવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં 14 અન્ય સાક્ષીઓનાં નિવેદનો દાખલ કરવા તેમને બોલાવવાની અરજી ફગાવાઈ હતી.

આ સાક્ષીઓમાં કાયદો અને વ્યવસ્થાનાં મદદનીશ નિયામક તથા તે સમયનાં સીબીઆઈનાં સંયુક્ત નિયામક અરૂણ કુમારનો સમાવેશ થાય છે. નિચલી કોર્ટે ૬મેએ તેમની અરજી નકારી કાઢી હતી અને રાજેશ તેમજ નૂપુરનાં નિવેદનો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો, જેઓ કેસમાં મુખ્ય આરોપીઓ છે. સીબીઆઈનાં તપાસ અધિકારી એ.જી.એલ કૌલ ફરિયાદી પક્ષનાં છેલ્લા સાક્ષી હતા અને તેઓનું નિવેદન લેવામાં આવ્યું છે.

આરૂષિ 16 મે, 2008માં નોયડાનાં જલવાયુ વિહાર સ્થિત તેનાં ઘરનાં બાથરૂમમાં મૃત મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હત્યાની શંકા ઘરનાં નોકર હેમરાજ પર ગઈ હતી, પરંતુ હેમરાજ પણ મકાનનાં ધાબા પર મૃત હાલતમાં મળી આવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X